PM નરેન્દ્ર મોદીએ વિશ્વ નેતાઓને અપાતી ભેટની પરંપરામાં કર્યો મોટો ફેરફાર, જાણો ખાસિયત અને કોને મળી શું ભેટ

કવાડ સંમેલનમાં (Quad Summit) પ્રધાનમંત્રી મોદીએ(PM MODI ) વિશ્વનેતાઓ સાથે મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન સદભાવનનાના પ્રતીક તરીકે ભારતીય કલાકારોએ તૈયાર કરેલી હસ્તકળાની કૃતિઓ ભેટમાં આપી હતી. આ દરેક ભેટની એક ખાસ વિશેષતા છે.

PM નરેન્દ્ર મોદીએ વિશ્વ નેતાઓને અપાતી ભેટની પરંપરામાં કર્યો મોટો ફેરફાર, જાણો ખાસિયત અને કોને મળી શું ભેટ
PM Narendra Modi gives special gift to world leaders in Quad Summit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 1:32 PM

કવાડ સંમેલન  (Quad Summit) તાજેતરમાં પૂર્ણ થયું છે. ત્યારે પ્રધાનમંત્રીએ જાપાનના વડાપ્રધાન ને આપેલી કચ્છી રોગાન  (Rogan painting)  બોક્સની ભેટની તસવીર વાઇરલ થઈ છે. પરંતુ પ્રધાનમંત્રી મોદીએ  (PM Narendra Modi)સદભાવનાના પ્રતીક તરીકે વિશ્વના અન્ય નેતાઓન પણ વિવિધ કલાકારોએ બનાવેલી કળાકૃતિઓ ભેટમાં આપી હતી. દરેક કૃતિ અને પેઇન્ટિંગની નવીન  વિશેષતા છે ચાલે જાણીએ દરેક ભેટની  વિશેષતા અંગે .

જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તેમના સમકક્ષ ફુમિઓ કિશીદા આબેને (Japan PM) ભારતીય હસ્તકલાનું પ્રતિનિધિત્વ કરતી શ્રેષ્ઠ વસ્તુ ભેટમાં આપી છે. તેમાંનુ એક રોગન પેઈન્ટીંગ વાળું હસ્તનિર્મિત લાકડાનું બોક્સ છે. રોગન પેઇન્ટિંગ એ ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રચલિત થયેલ ટેક્સટાઇલ પ્રિન્ટિંગની એક કળા છે. આ હસ્તકલામાં, ઉકાળેલા તેલ અને વનસ્પતિ રંગોમાંથી બનાવેલ પેઇન્ટ મેટલ બ્લોક્સ (પ્રિન્ટિંગ) અથવા સ્ટાઈલસ (પેઈન્ટિંગ) નો ઉપયોગ કરીને કાપડ પર તેને રંગવામાંં  આવે છે. 20મી સદીના અંતમાં આ હસ્તકળા નામ માત્રની રહી ગઈ હતી.આજે  માત્ર એક જ કુંટુંબ રોગન ચિત્રકળાને કળાને જીવંત રાખીને બેઠું છે..

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને સાંઝી આર્ટવર્ક ભેટમાં આપ્યું.  ઉત્તર પ્રદેશમાં અને ખાસ તો મથુરાની આ શૈલી છે.. જેમાં  કાગળને ઝીણા ઝીણા કાપીને ડિઝાઇન બનાવવામાં આવે છે. ખાસ તો પરંપરાગત રીતે ભગવાન કૃષ્ણની વાર્તાઓને રજૂ કરવામાં આવે છે. અને ડિઝાઇનની સ્ટેન્સિલને કાતર અથવા બ્લેડનો ઉપયોગ કરીને હાથથી કાપવામાં આવે છે. નાજુક સાંઝીને ઘણીવાર કાગળની પાતળી શીટ્સ દ્વારા એકસાથે રાખવામાં આવે છે. જો બાઇડનને ભેટમાં આપેલી નયનરમ્ય સાંઝી ડિઝાઇન મથુરા ઘાટની થીમ પર આધારિત હતી અને તે ડિઝાઇન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દ્વારા બનાવવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ તેમના જ ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસને ગોંડ પેઇન્ટિંગની ભેટ આપી હતી. આદિવાસી કલાના સૌથી પ્રશંસનીય સ્વરૂપોમાંનું એક ગોંડ ચિત્રકળા છે. નાના નાના બિંદુઓ અને રેખાઓ દ્વારા બનાવવામાં આવેલ આ પેઇન્ટિંગના ગોંડ આર્ટને ઓસ્ટ્રેલિયન એબોરિજિનલ આર્ટ જેવી જ માનવામાં આવે છે. આદિવાસીઓની પોતાની વાર્તાઓ અને પરંપરાઓને આ ચિત્ર દ્વારા રજૂ કરતા હોય છે.

કવાડ દેશોમાં ભારત, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર ટોક્યોની મુલાકાત લીધી હતી. તેમજ આ સંમેલનથી ઇત્તર તેઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન તેમજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">