AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MEILએ સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી, સ્વદેશી લેન્ડ રિંગ પર પ્રથમવાર ફરકાવ્યો ત્રિરંગો

ધ્વજ ફરકાવ્યા પછી, કંપનીના ચેરમેન અને સ્થાપક પીપી રેડ્ડીએ કહ્યું, "આ સ્વદેશી લેન્ડ રીંગ પર ઉભા રહીને સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું મારું સપનું રહ્યું છે." તેમણે MEILના કર્મચારીઓનો પણ આભાર માન્યો.

MEILએ સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી, સ્વદેશી લેન્ડ રિંગ પર પ્રથમવાર ફરકાવ્યો ત્રિરંગો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 8:10 PM
Share

દેશમાં આજે સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે હૈદરાબાદના (Hyderabad) નાગરમમાં સ્થિત ICOMMના પરિસરમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (MEIL) જૂથની કંપની ડ્રિલમેક દ્વારા બનાવવામાં આવેલી સ્વદેશી લેન્ડ રિંગના પ્લેટફોર્મ પર પ્રથમ વખત ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. કંપનીના સ્થાપક અને ચેરમેન પીપી રેડ્ડીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કંપનીના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ધ્વજ ફરકાવ્યા પછી, કંપનીના ચેરમેન અને સ્થાપક પીપી રેડ્ડીએ કહ્યું, “આ સ્વદેશી લેન્ડ રીંગ પર ઉભા રહીને સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું મારું સપનું રહ્યું છે.” તેમણે MEILના કર્મચારીઓનો પણ આભાર માન્યો. અધ્યક્ષે આ સમયગાળા દરમિયાન આ મહત્વપૂર્ણ તકનીકમાં સ્વદેશીકરણની સફળતાનો શ્રેય મેનેજિંગ ડિરેક્ટર પીવી કૃષ્ણા રેડ્ડીની સખત મહેનતને આપ્યો. તેમણે કહ્યું કે પીવી ક્રિષ્ના રેડ્ડીના નેતૃત્વમાં MEIL ટૂંકા ગાળામાં દેશની અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક બની ગઈ છે.

750 વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવામાં આવશે

કંપનીના ચેરમેન અને સ્થાપક પીપી રેડ્ડીએ કહ્યું કે કંપની લોકો માટે ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહી છે. તેમાં હાઈડ્રોકાર્બન સેક્ટર, એનર્જી સેક્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો સમાવેશ થાય છે. આ દરમિયાન પીપી રેડ્ડીએ સ્કૂલના બાળકો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસના અવસરે, ધોરણ 6થી ધોરણ 12 સુધીના 750 વિદ્યાર્થીઓને કંપની દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત દરેક વિદ્યાર્થીને 75,000 રૂપિયા આપવામાં આવશે. આ માટે લાયક વિદ્યાર્થીઓની યાદી બનાવવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે.

ONGC પ્લાન્ટ માટે બનાવવામાં આવી છે લેન્ડ રિંગ

સોમવારે નાગરમ સુવિધા ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં MEIL અને ICOMના ટોચના સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓએ પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન કંપનીના ડાયરેક્ટર રવિ રેડ્ડીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. જે જમીન પર આ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તે ઓએનજીસીના અગરતલા પ્લાન્ટ માટે બનાવવામાં આવી રહી છે. રીંગનું સિસ્ટમ એકીકરણ હાલમાં પરીક્ષણ તબક્કામાં છે. આ રિંગ 6000 મીટરની ઊંડાઈ સુધી ડ્રિલ કરી શકે છે. આવી સ્થિતિમાં તે દેશની સૌથી આધુનિક રિંગ્સમાંથી એક છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત આ રીંગ બનાવવામાં આવી રહી છે. તેની શક્તિ 2000 હોર્સપાવર છે.

ICOM (ICOMM) TELE LIMITEDએ Megha Engineering & Infrastructures Limitedની જૂથ કંપની છે. તે 120 એકરમાં ફેલાયેલી છે. તેનો બિલ્ટ અપ એરિયા 9 લાખ ચોરસ ફૂટ છે. કંપનીની સ્થાપના 1989માં થઈ હતી. તે એન્જિનિયરિંગ, ડિઝાઈનિંગ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે.

g clip-path="url(#clip0_868_265)">