JNUમાં ‘બ્રાહ્મણ ભારત છોડો’ના નારા જોઈ ભડક્યા મનોજ મુંતશિર, જણાવી અદ્દભુત ‘બ્રાહ્મણ ગાથા’

|

Dec 02, 2022 | 10:23 PM

ગીતકાર મનોજ મુંતશિર શુક્લા એ આ મામલે ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક વીડિયોમાં બ્રાહ્મણોની ગાથા ગાઈને સંભળાવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

JNUમાં બ્રાહ્મણ ભારત છોડોના નારા જોઈ ભડક્યા મનોજ મુંતશિર, જણાવી અદ્દભુત બ્રાહ્મણ ગાથા
Manoj Muntashir
Image Credit source: Twitter

Follow us on

દિલ્હીના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં હાલમાં ઘણી દીવાલો પર બ્રાહ્મણ વિરોધી નારા લખવામાં આવ્યા હતા. તેના ફોટોસ સામે આવતા આ ઘટનાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ હતી. દિલ્હીના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. તેની સાથે સાથે આરોપીઓ પર પણ કાર્યવાહીની માંગ ઉઠી છે. તે બધા વચ્ચે ગીતકાર મનોજ મુંતશિર શુક્લા એ આ મામલે ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક વીડિયોમાં બ્રાહ્મણોની ગાથા ગાઈને સંભળાવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

વીડિયો શેયર કરીને ગીતકાર મનોજ મુંતશિરે જણાવ્યુ કે જેમણે આપણી સંસ્કૃતિ, પાંડુલિપિને બચાવી, પ્રાચીન સમયમાં ક્ષત્રિયોને શાસ્ત્ર, અસ્ત્ર-શસ્ત્રની શિક્ષા આપી તે બ્રાહ્મણો હતા. જેમણે રાજાઓને જ્ઞાન આપીને મહાન બનાવ્યા તે બ્રાહ્મણ હોય તે ઋષિ દધીચિ હતા, તેમણે સમાજ કલ્યાણ માટે પોતાના હાડકા દાનમાં આપ્યા હતા. તે એક બ્રાહ્મણ જ હતા તેણે એક વંચિત વનવાસીને સમ્રાટ બનાવીને અંખડ ભારતની સ્થાપના કરી હતી. આજે દુખની વાત તો એ છે કે આજે કોઈ તેની વાત નથી કરતુ.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ રહ્યો એ વાયરલ વીડિયો

ગીતકાર મુંતશિરે આ વીડિયોને પોતાના ટ્વિટર પરથી શેયર કર્યો છે. આ વીડિયોને 2 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા

 

 

Next Article