AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 3 કલાકમાં 2 બ્લાસ્ટ, BSF હેડક્વાર્ટરની બહાર શંકાસ્પદ વિસ્ફોટ, જુઓ Video

Punjab Blasts : પંજાબમાં મોડી રાત્રે અમૃતસર અને જલંધરમાં બે અલગ વિસ્ફોટથી ભયનો માહોલ છે. ત્રણ કલાકના અંતરે થયેલા આ હુમલાઓમાં IED નો ઉપયોગ થયાની શંકા છે.

Breaking News : 3 કલાકમાં 2 બ્લાસ્ટ, BSF હેડક્વાર્ટરની બહાર શંકાસ્પદ વિસ્ફોટ, જુઓ Video
| Updated on: May 06, 2026 | 7:52 AM
Share

Punjab Blasts: પંજાબમાં મોડી રાત્રે થયેલા બે અલગ અલગ વિસ્ફોટોની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. માત્ર ત્રણ કલાકના અંતરમાં અમૃતસર અને જલંધરમાં થયેલા વિસ્ફોટોને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. હાલ બંને મામલાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને આ હુમલાઓ પાછળ કોણ છે તે જાણવા માટે પોલીસ તેમજ સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

અમૃતસરમાં ખાસા આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારની બહાર મોડી રાત્રે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, કેટલાક અજાણ્યા શખ્સોએ બહારથી આર્મી વિસ્તાર તરફ વિસ્ફોટક સામગ્રી ફેંકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વિસ્ફોટના કારણે સીમા દિવાલ પાસે લગાવવામાં આવેલ ટીન શેડને નુકસાન પહોંચ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાઇક પર આવેલા માસ્ક પહેરેલા હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતા જ આર્મી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ, જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર પાર્ક કરાયેલા એક સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ સ્કૂટરમાં આગ લાગી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો મુજબ, જલંધરમાં વિસ્ફોટ સાંજે લગભગ 7 થી 7:30 વાગ્યાની વચ્ચે થયો હતો, જ્યારે અમૃતસરનો વિસ્ફોટ મોડી રાત્રે નોંધાયો હતો.

ફોરેન્સિક ટીમોની પ્રાથમિક તપાસમાં બંને સ્થળોએ IED એટલે કે ઈમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસનો ઉપયોગ થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસા આર્મી કેન્ટોનમેન્ટની દિવાલ પાસે લોખંડના ટીન જેવું એક ભાગ અટવાયેલું મળ્યું હતું, જેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ બહારથી વિસ્ફોટક સામગ્રી અંદર ફેંકી હતી.

વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ CCTV ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલ પંજાબમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે અને બંને ઘટનાઓને લઈને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન કરીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

VIP ઘરમાં ચોરી, મંત્રીના ઘરમાં લાખો નહીં, 1.13 કરોડના ઘરેણાં..

Follow Us
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">