Breaking News: બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીનું સારવાર દરમિયાન મોત, હાર્ટ એટેક આવતા થયો હતો બેહોશ

જેલમાં બેભાન થયા બાદ મુખ્તાર અંસારીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 9 ડોકટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો.

Breaking News: બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીનું સારવાર દરમિયાન મોત, હાર્ટ એટેક આવતા થયો હતો બેહોશ
Follow Us:
| Updated on: Mar 28, 2024 | 11:00 PM

યુપીના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીનું સારવાર દરમિયાન મોત થયુ છે. તેને  ગુરુવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર માટે આઈસીયુમાં ભર્તી કરવામાં આવ્યો હતો. આ સારવાર દરમિયાન જ મુખ્તાર અંસારીને બીજો હાર્ટ એટેક આવી જતા તેનુ મોત થયુ છે.

બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અન્સારીનું મૃત્યુ થયું છે. મુખ્તારને જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને પહેલા ICU અને પછી CCUમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારીના મોતના સમાચાર બાદ મઉ અને ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જેલમાં બેહોશ થયા બાદ મુખ્તાર અંસારીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. 9 ડોકટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો.

તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારીને રાત્રે લગભગ 9 વાગે હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયો હતો. આ પછી, તેને તાત્કાલિક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો. આ સમાચાર આવ્યા બાદ મુખ્તારનો પરિવાર ગાઝીપુરથી બાંદા માટે રવાના થઈ ગયો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બાંદા જેલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. મુખ્તાર અંસારીના વકીલ રણધીર સિંહે tv 9 સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે કોઈને પણ મુખ્તાર અંસારીને મળવા દેવાયા નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પહેલા મંગળવારે તેને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતા. તેને સ્ટૂલ સિસ્ટમમાં સમસ્યા હતી. તેમને 14 કલાક આઈસીયુમાં રાખાયા હતા જે બાદ રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મુખ્તારે કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે તેને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.

ઉલ્ટી અને બેભાન અવસ્થામાં દાખલ કરાયા હતા

મુખ્તાર અંસારીના મૃત્યુ અંગે મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. મેડિકલ બુલેટિન અનુસાર, મુખ્તાર અંસારીને રાત્રે 8.25 વાગ્યે રાની દુર્ગાવતી મેડિકલ કોલેજ બાંદામાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, તેમને ઉલ્ટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 9 ડોક્ટરોની ટીમ સારવારમાં લાગી હતી પરંતુ તેને બચાવી શકાયો નહોતો.

ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા

મુખ્તાર અંસારીના મોતની માહિતી મળતા જ બાંદાના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમગ્ર મેડિકલ કોલેજને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ મહિનાની 26 તારીખે લગભગ 3.55 વાગ્યે મુખ્તારને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર મળતા જ મુખ્તારના પરિવારના સભ્યો બાંદા પહોંચવા લાગ્યા. તમને જણાવી દઈએ કે મુખ્તારનો ભાઈ અફઝલ અંસારી અને પુત્ર ઉમર અંસારી બાંદા પહોંચી ગયા હતા પરંતુ કોઈને પણ મુખ્તારને મળવા દેવાયા નહોતા.

મુખ્તાર અંસારી વિરુદ્ધ હત્યા સહિતના નોંધાયા હતા 61 કેસ

મુખ્તાર અંસારીના મોત બાદ રાજ્યભરની પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગેંગસ્ટર મુખ્તાર અંસારી વિરુદ્ધ 61 કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, છેતરપિંડી, ગુંડા એક્ટ, આર્મ્સ એક્ટ, ગેંગસ્ટર એક્ટ, CLA એક્ટ અને NSAનો સમાવેશ થાય છે. જેમાંથી 8 કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

મુખ્તારને અનેક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે તે વર્ષો સુધી જેલમાં રહ્યો હતો. મુખ્તારનું નામ આવા જ એક કેસમાં છે, જેણે મુલાયમ સરકારને પણ હચમચાવી દીધી હતી. તેના પ્રભાવને કારણે તેમણે બહુચર્ચિત કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ પર એવું દબાણ કર્યું હતું કે સરકારે જ કેસ રદ કરી દીધો હતો. આટલું જ નહીં, જે પોલીસ અધિકારીએ મુખ્તાર પર એલએમજી ડીલ કરવાનો આરોપ લગાવ્યો હતો તેને વિભાગ છોડવાની ફરજ પાડી હતી.

આ પણ વાંચો: CJIને 600 વકીલોએ લખેલા પત્ર પર પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા, ‘ડરાવવા ધમકાવવા એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ’

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">