વાંદરાનો આતંક : આ શહેરના મેટ્રો પ્રશાશનનો મહત્વનો નિર્ણય, હવે મેટ્રો સ્ટેશન પર લંગૂર જ બચાવશે વાંદરાના આંતકથી !

લખનૌના ચારબાગ, કેડી સિંહ, આઈટી, બાદશાહનગર, લેખરાજ, ઈન્દિરાનગર, મુનશી પુલિયા સહિત નવ મેટ્રો સ્ટેશન પર વાંદરાઓનો આતંક છે, તેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વાંદરાનો આતંક : આ શહેરના મેટ્રો પ્રશાશનનો મહત્વનો નિર્ણય, હવે મેટ્રો સ્ટેશન પર લંગૂર જ બચાવશે વાંદરાના આંતકથી !
Lucknow Metro Station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 12:17 PM

Lucknow Metro Station : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ (Lucknow)મેટ્રોના આઠથી વધુ સ્ટેશનો પર વાંદરાઓના આતંકને કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે અને ત્યારે હવે આ સમસ્યાનો સામનો કરવા માટે મેટ્રો પ્રશાસને સ્ટેશનો પર લંગૂરના કટઆઉટ બનાવ્યા છે. આ અનોખી તરકીબથી વાંદરાઓ મેટ્રો સ્ટેશનની અંદર નહિ આવી શકે અને મુસાફરોને પણ વાંદરાના આંતકથી રાહત મળશે.

વાંદરાઓના આંતકથી મુસાફરો પરેશાન

મળતી માહિતી મુજબ લખનઉના ચારબાગ, કેડી સિંહ, આઈટી, બાદશાહનગર, લેખરાજ, ઈન્દિરાનગર, મુનશી પુલિયા સહિત નવ મેટ્રો સ્ટેશનો પર વાંદરાઓનો ભય છે અને ત્યાં વધુ વાંદરાઓ (Monkey) છે અને તેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, મેટ્રો સ્ટેશનની સીડીઓ પર વાંદરાઓનો કબજો છે, જેના કારણે મુસાફરો સ્ટેશનમાં પ્રવેશતા જ ફફડે છે.

ચારબાગ મેટ્રો સ્ટેશનમાં સ્થિતિ વણસી

મેટ્રો પ્રશાસનનું કહેવું છે કે ચારબાગ, દુર્ગાપુરી મેટ્રો સ્ટેશનમાં સૌથી વધુ વાંદરાઓ છે. કારણ કે અહીંથી ચારબાગ નજીક લોકો ખાવાની વસ્તુ અને ફળો રેલ્વે ટ્રેક પર ફેંકે છે. જેના કારણે અહીં વાંદરાઓ વધુ છે. જેના કારણે દુર્ગાપુરી સ્ટેશન (Durgapuri Metro Station) પર પણ વાંદરાનો આતંક વધુ જોવા મળી રહ્યો છે. જોકે દુર્ગાપુરી મેટ્રો સ્ટેશન પર મુસાફરોની સંખ્યા વધારે નથી. પરંતુ ચારબાગ રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા વધુ છે.

વાંદરાઓ સામાન છીનવી લે છે

આ વાંદરાઓ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ (Metro Platform) તરફ જતી સીડીઓ પર કબજો જમાવી લે છે અને કેટલીકવાર મુસાફરોનો સામાન લઈને ભાગી જાય છે. અહીં ઘણી વખત વાંદરાઓ પ્રવાસીઓ હુમલો કરતા પણ જોવા મળે છે.

લંગુરના કટઆઉટથી મુસાફરોને રાહત મળશે

આ વાંદરાઓથી છૂટકારો મેળવવા માટે, લખનૌ મેટ્રો પ્રશાસને (Metro Administration) સ્ટેશનો પર લંગૂરના કટઆઉટ લગાવ્યા છે. જેથી લંગૂરના ડરથી વાંદરાઓ સ્ટેશન કે પ્લેટફોર્મમાં ઘૂસી ન જાય અને મુસાફરોને સ્ટેશન પર આવવામાં કોઈ મુશ્કેલી ન પડે. મળતી માહિતી મુજબ, આ કટઆઉટની અસર દેખાવા લાગી છે અને વાંદરાઓની સંખ્યા ઘટી ગઈ છે.

આ પણ વાંચો: Diesel Doorstep Delivery : હવે ગુજરાતમાં ઘરે બેઠા મળશે 20 લીટર ડીઝલ, દેશની સૌથી મોટી ઓઇલ કંપનીએ શરૂ કરી સર્વિસ

આ પણ વાંચો : Uttarakhand: ઉતરાખંડના ચકરાતામાં અકસ્માત, ગાડી ખીણમાં પડતા 10થી વધુના મોત, 5 ઈજાગ્રસ્ત

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">