AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diesel Doorstep Delivery : હવે ગુજરાતમાં ઘરે બેઠા મળશે 20 લીટર ડીઝલ, દેશની સૌથી મોટી ઓઇલ કંપનીએ શરૂ કરી સર્વિસ

નવી સેવાથી નાના ઉદ્યોગો, મોલ્સ, હોસ્પિટલો, બેંકો, બાંધકામ સાઇટ્સ, ખેડૂતો, મોબાઇલ ટાવર, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નાના ઉદ્યોગોને લાભ થવાની અપેક્ષા છે.

Diesel Doorstep Delivery : હવે ગુજરાતમાં ઘરે બેઠા મળશે 20 લીટર ડીઝલ, દેશની સૌથી મોટી ઓઇલ કંપનીએ શરૂ કરી સર્વિસ
Diesel Doorstep Delivery
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:52 AM
Share

Diesel Doorstep Delivery : હવે તમે ઘરે બેઠા ડીઝલ મેળવી શકશો. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ દિલ્હી સ્થિત સ્ટાર્ટઅપ હમસફર ઈન્ડિયા સાથે મળીને માર્યાદિત માત્રામાં ડીઝલની ડોરસ્ટેપ ડિલિવરી શરૂ કરી છે. મોબાઈલ એપ, ફ્યુઅલ હમસફર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાએ 20 લિટર સફર20 જેરી કેનમાં ડીઝલની ડિલિવરી શરૂ કરી છે.

હમસફર ઈન્ડિયાના સ્થાપક અને નિર્દેશક સાન્યા ગોયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉ ડીઝલના ગ્રાહકોએ તેને રિટેલ આઉટલેટ્સમાંથી બેરલમાં ખરીદવું પડતું હતું જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો અને કાર્યક્ષમ ઊર્જા વિતરણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો.

ગુજરાતમાં ઘરે બેઠા મળશે ડીઝલ કંપનીએ કહ્યું કે આ સેવા તે ગ્રાહકો માટે છે જેઓ 20 લીટરથી ઓછું ડીઝલ ઈચ્છે છે. OMC અનુસાર આ સેવાઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, આસામ, કેરળ, ગુજરાત, ગોવા અને નોઈડા, દિલ્હી, ફરીદાબાદ અને ગાઝિયાબાદ સહિત નેશનલ કેપિટલ રિજન (NCR)માં ઉપલબ્ધ છે.

ગોયલે જણાવ્યું હતું કે ફ્યુઅલ હમસફર નામની યુઝર-ફ્રેન્ડલી એપ બનાવવા માટે હવે ટેક્નોલોજીનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અમૂલ્ય ઇંધણને સરળતાથી ઓર્ડર અને ટ્રેકિંગની મંજૂરી આપે છે.

કોને ફાયદો થશે? નવી સેવાથી નાના ઉદ્યોગો, મોલ્સ, હોસ્પિટલો, બેંકો, બાંધકામ સાઇટ્સ, ખેડૂતો, મોબાઇલ ટાવર, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નાના ઉદ્યોગોને લાભ થવાની અપેક્ષા છે.

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">