શિયાળુ સત્રના પહેલા સપ્તાહમાં ભારે હોબાળો થયો, રાજ્યસભાનો 52 ટકા સમય વેડફાયો- સચિવાલય

સંસદના સુચારૂ સંચાલન માટે બંને ગૃહોમાં નિયમો છે. આ નિયમો હેઠળ સાંસદોને અન્યના ભાષણમાં અવરોધ ઊભો કરવાની પણ મંજૂરી નથી. લોકસભામાં આ નિયમોમાં 1989માં ફેરફાર કરવામાં આવ્યો હતો.

શિયાળુ સત્રના પહેલા સપ્તાહમાં ભારે હોબાળો થયો, રાજ્યસભાનો 52 ટકા સમય વેડફાયો- સચિવાલય
File Photo

સંસદ (Parliament)ના ચાલુ શિયાળુ સત્રના (winter session) પ્રથમ સપ્તાહમાં ઉપલા ગૃહ (રાજ્યસભા) માટેના નિર્ધારિત સમયનો 52.30 ટકા સમય હોબાળો અને ફરજીયાત કાર્યવાહી સ્થગિત થવાને કારણે વેડફાઈ ગયો હતો. આ માહિતી રાજ્યસભા સચિવાલય દ્વારા આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંસદના ઉપલા ગૃહની ઉત્પાદકતા ગયા સપ્તાહે કુલ નિર્ધારિત સમયના માત્ર 47.70 ટકા હતી. તેમણે કહ્યું કે ગુરુવારે ગૃહમાં નિર્ધારિત સમય કરતાં 33 મિનિટ વધુ કાર્યવાહી થઈ અને તેના કારણે સત્રના પ્રથમ સપ્તાહમાં પ્રથમ વખત એકંદર ઉત્પાદકતામાં સુધારો થયો અને નિર્ધારિત સમયના 49.70 ટકા ભાગમાં કામ થયું.

રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે શુક્રવારે શ્રેષ્ઠ ઉત્પાદકતા રહી હતી, જ્યારે ગૃહમાં નિર્ધારિત સમય મુજબ 100 ટકા કામ થયું હતું, જ્યારે અગાઉના દિવસે કામ 95 ટકા સમયમાં થયું હતું. જે ગૃહમાં સામાન્ય કાર્યવાહી પુનઃસ્થાપિત કરવાનો સંકેત છે. જાહેરનામા મુજબ શુક્રવારે ખાનગી બિલ રજૂ કરવા માટે નિર્ધારિત સમગ્ર કાર્ય અઢી કલાકમાં પૂર્ણ થયું હતું. આ સિદ્ધિ એક વર્ષ, નવ મહિના અને 24 દિવસ પછી અથવા 66 બેઠકો પછી પ્રાપ્ત થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લી વખત 7 ફેબ્રુઆરી, 2020ના રોજ બજેટ સત્ર દરમિયાન આ સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું હતું, જે ગૃહનું 251મું સત્ર છે.

ગૃહ ચલાવવા માટેના નિયમો શું છે?

સંસદના સુચારૂ સંચાલન માટે બંને ગૃહોમાં નિયમો છે. આ નિયમો હેઠળ સાંસદોને અન્યના ભાષણમાં અવરોધ ઊભો કરવાની પણ મંજૂરી નથી. આ નિયમો 1989માં લોકસભામાં બદલવામાં આવ્યા હતા. હવે સાંસદોને સૂત્રોચ્ચાર કરવા, પ્લેકાર્ડ બતાવવા, સરકારી કાગળો ફાડવા અને કેસેટ વગાડવા અથવા ગૃહમાં બીજું કંઈપણ વગાડવાની મનાઈ છે. બંને ગૃહોના અધ્યક્ષને યોગ્ય વર્તન ન કરવા બદલ સાંસદને ગૃહમાંથી બહાર કરવાનો અધિકાર છે. ત્યારબાદ સાંસદે આખો દિવસ ગૃહથી દૂર રહેવું પડશે.

વધુ અભદ્ર વર્તનના કિસ્સામાં અધ્યક્ષ સભ્યનું નામ લઈ શકે છે. આના પર સંસદીય મંત્રી તે સભ્યને સસ્પેન્ડ કરવા માટે પ્રસ્તાવ લાવી શકે છે અને જો ગૃહ તેની સાથે સંમત થાય તો સસ્પેન્શન થઈ શકે છે. આ સસ્પેન્શન તે સત્રના છેલ્લા દિવસ સુધી ચાલી શકે છે. વર્ષ 2001માં લોકસભાએ નિયમોમાં 374 A ઉમેરીને લોકસભાના અધ્યક્ષને કોઈપણ સભ્યને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  ઓમીક્રોનનો આતંક, મહારાષ્ટ્રમાં આજે સામે આવ્યા 7 ઓમીક્રોનના દર્દી, દેશમાં અત્યાર સુધી 21 લોકો થઈ ચુક્યા છે સંક્રમિત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati