AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમીક્રોનનો આતંક, મહારાષ્ટ્રમાં આજે સામે આવ્યા 7 ઓમીક્રોનના દર્દી, દેશમાં અત્યાર સુધી 21 લોકો થઈ ચુક્યા છે સંક્રમિત

આજે (5 ડિસેમ્બર, રવિવાર) પુણેને અડીને આવેલા પિંપરી-ચિંચવડમાં 6 અને પુણે જિલ્લામાં 2 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આજે પણ દિલ્હીમાં 1 ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો છે. આ રીતે હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે.

ઓમીક્રોનનો આતંક, મહારાષ્ટ્રમાં આજે સામે આવ્યા 7 ઓમીક્રોનના દર્દી, દેશમાં અત્યાર સુધી 21 લોકો થઈ ચુક્યા છે સંક્રમિત
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:51 PM
Share

મહારાષ્ટ્રમાં (Maharashtra) ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. શનિવારે ડોમ્બિવલીમાં 1 વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યા પછી આજે (5 ડિસેમ્બર, રવિવાર) પૂણેને અડીને આવેલા પિંપરી-ચિંચવડમાં 6 અને પૂણે જિલ્લામાં 1 ઓમિક્રોન (Omicron) સંક્રમિત દર્દી મળી આવ્યો છે. આજે પણ દિલ્હીમાં 1 ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો છે. શનિવારે ગુજરાતના જામનગરમાં 1 વૃદ્ધ ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા. અગાઉ કર્ણાટકમાં 2 લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા. સાથે જ જયપુરમાં પણ એક જ પરીવારના 9 લોકો સંક્રમિત થયા છે. આ રીતે હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે.

પિંપરી-ચિંચવડમાં એક 44 વર્ષીય મહિલા તેની બે પુત્રીઓ સાથે નાઈજીરિયાથી આવી હતી. તે અહીં તેના ભાઈના પરિવારના સભ્યોને મળવા આવી હતી.  જે તેના એક ભાઈ અને તેની બે પુત્રીઓના સંપર્કમાં આવી હતી, એટલે કે પિંપરી-ચિંચવડમાં કુલ છ લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. આમાંથી ત્રણ લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તે લોકોએ રસી લીધી નથી.

મહારાષ્ટ્રમાં બે દિવસમાં 8 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સામે આવ્યા

પિંપરી-ચિંચવડમાં છ દર્દીઓની સાથે પૂણેમાંથી એક ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો છે. પૂણેમાં મળી આવેલો યુવક ફિનલેન્ડથી આવ્યો છે. તે 18થી 25 નવેમ્બર વચ્ચે ફિનલેન્ડનથી ફરીને આવ્યો છે. 29મીએ તેને હળવો તાવ આવ્યો હતો. ટેસ્ટ કરાવવા પર તે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

આ સિવાય પૂણેના ગ્રામીણ વિસ્તાર આલંદીમાંથી પણ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. આ તમામ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આજે તેમના રિપોર્ટ્સ બહાર આવ્યા અને પિંપરી ચિંચવાડમાં છ અને પૂણેમાં બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા.

આવતીકાલે મહારાષ્ટ્ર કોરોના ટાસ્ક ફોર્સની મહત્વની બેઠક

આ બે દિવસમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 9 થઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં હવે દેશમાં સૌથી વધુ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ છે. મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં 2 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આ ઉપરાંત રવિવારે દિલ્હીમાં 1 ઓમિક્રોન સંક્રમિત દર્દી અને શનિવારે ગુજરાતના જામનગરમાં એક દર્દી મળી આવ્યો હતો. આ રીતે દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 13 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.

પૂણે અને પિંપરી-ચિંચવડમાં એક દિવસમાં આઠ ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નવા સંકટનો સામનો કરવા માટે રાજ્ય કોરોના ટાસ્ક ફોર્સ સાથે મહત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહ્યા છે. આ બેઠકમાં ઓમિક્રોનના આ જોખમનો સામનો કરવા માટે વધુ વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવશે અને આફ્રિકાના ઓમિક્રોન વેરિઅન્ટ્સ સાથે સંબંધિત નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :  Omicron: તાન્ઝાનિયાથી મુંબઈ આવેલા વ્યક્તિએ વધારી ચિંતા, કોરોના પોઝિટિવ આવ્યા બાદ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા, સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ

g clip-path="url(#clip0_868_265)">