પોતાના ઘરના વડીલોના નામ પર ખોલાવો આ ખાતુ, કર મુક્તિનો મળશે લાભ અને પૈસા પણ રહેશે સુરક્ષિત
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) પણ સામેલ છે. આ સ્કીમમાં તમે તમારા ઘરના વડીલના નામે રોકાણ કરી શકો છો. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
Senior Citizen Savings Schemes (SCSS): જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં (small savings schemes) રોકાણ કરી શકો છો. આ યોજનાઓમાં તમને બેંક કરતા વધુ સારું વળતર મળે છે. સાથે જ તેમાં રોકાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક નાદાર થઈ જાય તો તમને માત્ર પાંચ લાખ રૂપિયા જ પાછા મળે છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં એવું નથી. અહીં રોકાણ કરાયેલા સમગ્ર નાણાં પર સરકારની સોવરેન ગેરંટી (sovereign guarantee) છે.
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) પણ સામેલ છે. આ સ્કીમમાં તમે તમારા ઘરના વડીલના નામે રોકાણ કરી શકો છો. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
વ્યાજ દર
પોસ્ટ ઓફિસની આ યોજનામાં વાર્ષિક 7.4 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દર 1લી એપ્રિલ 2020થી લાગુ છે. આમાં ડિપોઝિટની પ્રથમ તારીખ પછી 31મી માર્ચ / 30 સપ્ટેમ્બર / 31 ડિસેમ્બરે વ્યાજ ચૂકવવામાં આવશે. આ પછી 31 માર્ચ, 30 જૂન, 30 સપ્ટેમ્બર અને 31 ડિસેમ્બરે વ્યાજ ચૂકવવામાં આવશે.
રોકાણની રકમ
આ સરકારી યોજનામાં માત્ર એક જ વાર રકમ જમા કરાવવાની રહેશે. આ રકમ એક હજાર રૂપિયાના ગુણાંકમાં હશે અને તે મહત્તમ 15 લાખ રૂપિયા સુધી જ હોઈ શકે છે.
ખાતુ કોણ ખોલાવી શકે?
60 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં ખાતું ખોલાવી શકે છે. આ સિવાય 55 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ નિવૃત્ત કર્મચારી કે જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે. આમાં રોકાણ નિવૃત્તિ લાભો મળ્યાના એક મહિનાની અંદર કરવાનું રહેશે. આ સાથે 50 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી વયના નિવૃત્ત સંરક્ષણ કર્મચારી પણ રોકાણ કરી શકે છે. આ કિસ્સામાં નિવૃત્તિ લાભો મળ્યાના એક મહિનાની અંદર રોકાણ કરવાનું રહેશે. એકાઉન્ટ વ્યક્તિગત રીતે અથવા જીવનસાથી સાથે સંયુક્ત રીતે ખોલી શકાય છે.
રોકાણનો સમયગાળો
ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ પછી બંધ કરી શકાય છે. આ માટે વ્યક્તિએ પાસબુક સાથે યોગ્ય અરજી ફોર્મ સંબંધિત પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવાનું રહેશે. જો જીવનસાથી સંયુક્ત ધારક અથવા એકમાત્ર નોમિની છે તો ખાતું પાકતી મુદત સુધી ચાલુ રાખી શકાય છે, જો જીવનસાથી આ યોજનામાં ખાતું ખોલવા માટે પાત્ર છે અને તેની પાસે તેમાં અન્ય કોઈ ખાતું નથી.
ટેક્સ બેનિફીટ અને બીજા લાભો
- આ યોજના હેઠળનું રોકાણ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ લાભ પ્રદાન કરે છે.
- ખાતાધારક પાકતી મુદતની તારીખથી વધુ 3 વર્ષ સુધી ખાતાને લંબાવી શકે છે. આ માટે તેણે સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે યોગ્ય ફોર્મ જમા કરાવવાનું રહેશે.
- એકાઉન્ટને મેચ્યોરીટીના એક વર્ષની અંદર વધારી શકાય છે.
આ પણ વાંચો : 1 જાન્યુઆરીથી બેન્ક અને પોસ્ટમાં જતા પહેલાં બદલાયેલા આ નિયમ ધ્યાનમાં રાખજો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે