જાણો સામાન્ય વ્યકિત સુધી કેવી રીતે પહોંચશે Corona Vaccine, 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કાની શરૂઆત

જાણો સામાન્ય વ્યકિત સુધી કેવી રીતે પહોંચશે Corona Vaccine, 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કાની શરૂઆત

દેશમા Corona Vaccine ના પ્રથમ તબક્કાની શરૂઆત 16 જાન્યુઆરીના રોજથી શરૂ  થવાનો છે. જેમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વેક્સિનનો પ્રથમ જથ્થો કડક સુરક્ષા વચ્ચે અલગ અલગ રાજ્યમા મોકલવાની શરૂઆત કરી છે .

Chandrakant Kanoja

| Edited By: Pinak Shukla

Jan 12, 2021 | 5:37 PM

દેશમાં Corona Vaccineનાં પ્રથમ તબક્કાની શરૂઆત 16 જાન્યુઆરીના રોજથી શરૂ  થવાનો છે. જેમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વેક્સિનનો પ્રથમ જથ્થો કડક સુરક્ષા વચ્ચે અલગ અલગ રાજ્યમા મોકલવાની શરૂઆત કરી છે .

જેમાં કોરોના વેકસિનનો પ્રથમ જથ્થો હાલ ગુજરાતમા આવી પહોંચ્યો છે તેમજ તેની સાથે જ અન્ય રાજ્યમાં પણ આ જથ્થો સલામત રીતે યોગ્ય તાપમાન મેન્ટેન રહે તે પ્રકારના વાહનમા પહોંચાડવામા આવશે.

કોરોના વેક્સિનનો  પ્રથમ તબકકો

કોરોના વેકસિનના પ્રથમ તબકકામાં  કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર ફ્રન્ટલાઇન  વર્કસને પ્રાથમિકતા આપવામા આવશે.  જેમાં હેલ્થ વર્કસ, સફાઇ કામદારો અને સૈન્ય બળ સાથે જોડાયેલા લોકોનું રસીકરણ કરવામા આવશે. પ્રથમ તબક્કામા અંદાજે ત્રણ કરોડ લોકોને રસી આપવામા આવશે.

કોરોના વેક્સિનનો બીજો તબક્કો

કોરોના વેકસીનના બીજા તબકકામાં 50 વર્ષની  વધુ ઉંમર વાળા સિનીયર સીટીજનને અને બીજી બીમારીઓથી પીડિત લોકોને  રસી આપવામા આવશે. જ્યારે બીજા તબક્કામા રસી લેનારા 27 કરોડ લોકોની નોંધણી કરવામા આવી છે. આ લોકોનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.

કોરોના વેક્સિન લઇ જનારી આ ગાડીઓ છે વિશેષ

દવા પ્રોડકશન પ્લાન્ટથી કોરોના વેક્સિનને  એરપોર્ટ સુધી જે ગાડીઓ લઇ જવાની છે તે  ખાસ છે. આ ગાડીઓમા -25 થી લઇને 25 ડિગ્રી સુધી તાપમાન મેનેજ રહે છે.  દવાની  સુરક્ષાની રીતે પૂણાની સીરમ ઇન્સ્ટિટ્યૂટની સુરક્ષા બહારથી વધારી દેવામા આવી છે. વેક્સિનને લઈને જતી ગાડીઓમા જીપીએસ માં ચોવીસ કલાક ધ્યાન રાખવામા આવશે. તેમજ અન્ય રાજ્યો પણ તેની પર નજર રાખી રહ્યા છે. આ તમામ પર સેન્ટ્રલ સેલથી ધ્યાન રાખવામા આવશે.

આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવામા આવે છે

– સૌથી પહેલા વેક્સિનનું  મેન્યુફેકચરીંગ  ઉત્પાદન કરે  છે – આ વેક્સિનને મેન્યુફેક્ચરર પ્રાઇમરી વેક્સિન સ્ટોર GMSD ડેપો પહોંચે છે – ભારતના કરનાલ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તામા 4 મોટા GMSD ડેપો છે – દેશમા હાલ 41 સ્ટોરેજ પોઈંટ છે

આ સ્થળોએ વેક્સિનને આગળ લઇ જવાની જવાબદારી રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની છે. તેમજ કોરોના રસીકરણને લઇને દરેક વ્યક્તિની માહિતી કોવિન- એપમાં સ્ટોર કરવામા આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati