AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશ્મીરના નેતાએ કહ્યું, મોદી સરકાર ગિલગિટ બલૂચિસ્તાનમાં ભારતનો ત્રિરંગો ફરકાવે, અમે આપીશુ સાથ સહકાર

તેમણે સરકાર પાસે ભારતનો તે વિસ્તાર પરત લેવાની માંગ કરી છે, જે સરહદની બીજી તરફ છે. જાવેદ અહેમદ રાણાએ કહ્યું કે, સરહદ પરનો આ લોહિયાળ સિલસિલો ખતમ થવો જોઈએ અને અમારો વિસ્તાર જે સરહદની બીજી બાજુ દુશ્મનો પાસે છે તેને પાછો લાવવો જોઈએ.

કાશ્મીરના નેતાએ કહ્યું, મોદી સરકાર ગિલગિટ બલૂચિસ્તાનમાં ભારતનો ત્રિરંગો ફરકાવે, અમે આપીશુ સાથ સહકાર
Javed Ahmed Rana, NC leader (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 1:47 PM
Share

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જાવેદ અહેમદ રાણા, જેઓ તેમના નિવેદન અને કામકાજને લઈને વારંવાર વિવાદોમાં રહે છે, તેમણે ભારત સરકાર પાસે માંગણી કરી છે. જાવેદ અહેમદ રાણાએ ભારત સરકારને ગિલગિટ બલૂચિસ્તાનમાં ભારતનો ધ્વજ ફરકાવવા માટે કહ્યું છે. આ સાથે તેમણે આ કામમાં ભારત સરકારને સહયોગ આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત સરકારે ગિલગિટ-બલુચિસ્તાનમાં ભારતનો ધ્વજ ફરકાવવો જોઈએ અને અમે આ કામમાં ભારત સરકારને સાથ આપીશું.

તેમણે સરકાર પાસે ભારતનો તે વિસ્તાર પરત લેવાની માંગ કરી છે, જે સરહદની બીજી તરફ છે. જાવેદ અહેમદ રાણાએ કહ્યું કે, સરહદ પરનો આ લોહિયાળ સિલસિલો ખતમ થવો જોઈએ અને અમારો વિસ્તાર જે સરહદની બીજી બાજુ દુશ્મનો પાસે છે તેને પાછો લાવવો જોઈએ. આ સાથે તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અમે ભારતને પાકિસ્તાન જેવું બનવા દઈશું નહીં.

ભારતને પાકિસ્તાન નહીં બનવા દે

તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે ભારત વિશ્વ ગુરુ બને અને જમ્મુ-કાશ્મીર પણ આગળ વધે. આ બધી વાતો તેણે એક કાર્યક્રમ દરમિયાન કહી. તેમણે કહ્યું કે, આ દેશને કોઈ પણ કિંમતે ધર્મના નામે બનાવી શકાય નહીં. ધર્મના નામે દેશ બનાવનાર લોકોની હાલત જુઓ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ભારતને કોઈપણ કિંમતે પાકિસ્તાન બનવા દેશે નહીં.

ગિલગિટ બલૂચિસ્તાનમાં બળવો

તમને જણાવી દઈએ કે, આ પહેલા ગિલગિટ-બલુચિસ્તાનમાં વિદ્રોહના સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ગરીબી સાથે સંઘર્ષ કરી રહેલા લોકો ભારતમાં સામેલ થવાની માંગ કરી રહ્યા હતા. આ માંગ સાથે અનેક જગ્યાએ દેખાવો પણ યોજવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકારે ગિલગિટ અને બલૂચિસ્તાન સાથે ભેદભાવ કર્યો અને વર્ષો સુધી ગિલગિટ બલૂચિસ્તાનનું શોષણ કર્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">