Lakhimpur Kheri Violence: ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના લખીમપુર ખેરી પ્રવાસને ‘રાજકીય પ્રવાસન’ ગણાવી કહ્યું, તેમના મનમાં કોઈ સહાનુભૂતિ નથી

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ મળે છે, તેઓ તેમના રાજકીય પ્રવાસો કરે છે. હું પૂછવા માંગુ છું કે રાહુલ ગાંધી એ ઘટનામાં માર્યા ગયેલા પત્રકારના પરિવારને મળવા કેમ ન ગયા? તેઓ માર્યા ગયેલા લોકોના પરિવારોને મળવા માટે કાશ્મીર કેમ ન ગયા?

Lakhimpur Kheri Violence: ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના લખીમપુર ખેરી પ્રવાસને 'રાજકીય પ્રવાસન' ગણાવી કહ્યું, તેમના મનમાં કોઈ સહાનુભૂતિ નથી
Giriraj Singh calls Rahul Gandhi's Lakhimpur Kheri tour 'political tourism
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 8:53 AM

Lakhimpur Kheri Violence: કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહે (Giriraj Singh)કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લખીમપુર ખેરીની મુલાકાત ‘રાજકીય પ્રવાસન’ નું માત્ર એક ઉદાહરણ છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે શનિવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, રાહુલ ગાંધીની લખીમપુર ખેરી યાત્રા માત્ર રાજકીય પ્રવાસનનું ઉદાહરણ છે.

તેમાં કોઈ વાસ્તવિક સહાનુભૂતિ અને કરુણા સામેલ નથી. જ્યાં પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ મળે છે, તેઓ તેમના રાજકીય પ્રવાસો કરે છે. હું પૂછવા માંગુ છું કે રાહુલ ગાંધી એ ઘટનામાં માર્યા ગયેલા પત્રકારના પરિવારને મળવા કેમ ન ગયા? તેઓ માર્યા ગયેલા લોકોના પરિવારોને મળવા માટે કાશ્મીર કેમ ન ગયા? 

3 ઓક્ટોબરે લખીમપુર ખેરી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. જે બાદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ બુધવારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં મૃતક ખેડૂત લવપ્રીત સિંહના સંબંધીઓને મળ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાની લખીમપુર મુલાકાત સાથે સંબંધિત વિડીયો જાહેર કરતા શુક્રવારે કહ્યું કે પીડિતોને ન્યાય આપવો પડશે. 

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

12 કલાકની પૂછપરછ બાદ આશિષ મિશ્રાની ધરપકડ

 કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઘટનાસ્થળે જતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને લખીમપુર ખેરી હિંસામાં વિરોધી ખેડૂતોની હત્યા થયા બાદ બે દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં હતા.આ પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતોના પરિવારોને મળ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે, લખીમપુર ખેરી જિલ્લાના ટીકોનિયા વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત સામે ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. 

આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) એ 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ઘેરી હિંસાના સંદર્ભમાં આશરે 12 કલાકની પૂછપરછ બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">