AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Violence: PAC ગેસ્ટ હાઉસમાંથી પ્રિયંકા ગાંધીનો ઓડિયો સંદેશ- ગૃહ રાજ્યમંત્રીનું રાજીનામું અને તેમના પુત્રની ધરપકડ ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરીશું

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાની લખીમપુર ખેરી ઘટનાના પીડિતોને મળવા જતા રસ્તામાં સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી, તેઓ હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે.

Lakhimpur Violence: PAC ગેસ્ટ હાઉસમાંથી પ્રિયંકા ગાંધીનો ઓડિયો સંદેશ- ગૃહ રાજ્યમંત્રીનું રાજીનામું અને તેમના પુત્રની ધરપકડ ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરીશું
lakhimpur kheri incident will fight till resignation of ajay mishra and arrest of the son says priyanka gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 10:34 PM
Share

UTTAR PRADESH : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના સીતાપુરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન મંગળવારે તેમણે ફોન દ્વારા PAC ગેસ્ટ હાઉસની બહાર ઉભેલા સમર્થકોને સંબોધ્યા અને કોંગ્રેસના કાર્યકરોને વચન આપ્યું કે તે છૂટી ગયા પછી દરેકને મળશે. આ સાથે જ તેમણે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ ઉઠાવી હતી.

લોકોને સંબોધતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું, “તમે સમજો છો કે એક ખેડૂત છે તો બધા છે, આજે પણ માત્ર એક ખેડૂતનો પુત્ર દેશ માટે પોતાનો જીવ ગુમાવે છે, અમે તેને શહીદ કહીએ છીએ. આજે એવી ડરપોક સરકાર છે જેના ગૃહમંત્રી જનતાને ડરાવે છે, તેનો પુત્ર તેને કારથી કચડી નાખે છે, વિપક્ષની એક મહિલા નેતાને રોકવા માટે સમગ્ર પ્રશાસન કામે લાગી જાય છે, તમારી નૈતિકતા ક્યાં છે?”

તેમણે કહ્યું, “એક જૂનો શ્લોક છે, પ્રજાની રક્ષા કરવી રાજાની ફરજ છે, મોદીજી 100 કિમી દૂર અમૃતોત્સવ ઉજવવા આવ્યા હતા, પરંતુ ખેડૂતોના આંસુ લૂછવા માટે લખીમપુર-ખીરી પહોંચ્યા ન હતા. તમે મને જેટલું દબાવશો, એટલા જ મજબૂત બનીશું. મને કોંગ્રેસના સાથીઓને જણાવવા દો કે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામા અને તેમના પુત્રની ધરપકડ સુધી સંઘર્ષ ચાલુ રહેશે, હું છુટ્યા બાદ તમને મળીશ.”

પ્રિયંકા ગાંધી વાડ્રા, દીપેન્દ્ર હુડ્ડા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ સહિત 11 નેતાઓ સામે ફોજદારી પ્રક્રિયા સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાની કસ્ટડી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે શાંતિ ભંગની આશંકા માટે નિવારક અટકાયત સંબંધિત કલમો હેઠળ તેમના અને અન્ય 10 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાની લખીમપુર ખેરી ઘટનાના પીડિતોને મળવા જતા રસ્તામાં સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી, તેઓ હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. પ્રિયંકા તેમના સાથી નેતાઓ સાથે મૃતક ખેડૂતોના પરિજનોને મળવા સોમવારે વહેલી સવારે લખીમપુર ખીરી જવા રવાના થયા હતા, પરંતુ રસ્તામાં સીતાપુર ખાતે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા.

આ પણ વાચો : Lakhimpur Violence: રાહુલ ગાંધી બુધવારે લખીમપુર ખીરી જશે, પ્રિયંકાની પહેલાથી જ સીતાપુરમાં ધરપકડ થઈ ચૂકી છે

આ પણ વાંચો :ઝાયડસ કેડિલાની 2 ડોઝની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજુરી, 3 ડોઝની રસીની કિંમત પર વાતચીત ચાલુ

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">