AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝાયડસ કેડિલાની 2 ડોઝની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજુરી, 3 ડોઝની રસીની કિંમત પર વાતચીત ચાલુ

ત્રણ ડોઝની રસીની મંજૂરી મળ્યા પછી પણ દેશમાં તેનો ઉપયોગ હજુ શરૂ થયો નથી. થોડા દિવસો પહેલા, સરકારે કહ્યું કે ઝાયડસ કેડિલાની COVID-19 રસી લોકોને ઉપલબ્ધ કરાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે, જોકે કિંમત એક સ્પષ્ટ મુદ્દો હતો.

ઝાયડસ કેડિલાની 2 ડોઝની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજુરી, 3 ડોઝની રસીની કિંમત પર વાતચીત ચાલુ
zydus cadila gets dgci approval to conduct phase 3 trial of its two dose covid19 vaccine zycovd
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 9:52 PM
Share

DELHI : ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ સ્વદેશી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની તેની બે ડોઝની કોવિડ -19 રસી ZyCoV-Dના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બે ડોઝની કોવિડ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે.ZyCoV-D કોવિડ -19 સામે વિશ્વની પ્રથમ DNA રસી છે.

જયકોવ-ડી પણ પ્રથમ સ્વદેશી રસી છે, જેનું બાળકો પર પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેની ત્રણ ડોઝની રસી ઓગસ્ટમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી. વચગાળાના ક્લિનિકલ ટ્રાયલ ડેટામાં, કોવિડ -19 સામેની રસીની અસરકારકતા 66 ટકા નોંધાઈ છે. જો કે, કંપનીએ હજી સુધી તેના અભ્યાસની વિગતવાર માહિતી શેર કરી નથી અથવા તેને પીઅર રોવ્યું માટે મોકલ્યો નથી.

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ત્રણ ડોઝની રસીની મંજૂરી બાદ કહેવામાં આવ્યું હતું કે આ રસીનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ 28,000 થી વધુ લોકો પર કરવામાં આવ્યું હતું. તે RT-PCR પોઝિટિવ કેસોમાં 66.6% અસરકારકતા દર્શાવે છે. ભારતમાં કોવિડ -19 માટે આ અત્યાર સુધીની સૌથી મોટું ટ્રાયલ છે. આ રસી પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સમાં પણ ખૂબ અસરકારક હોવાનું જોવા મળ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધતા કહ્યું હતું કે ભારતે કોવિડ -19 સામે વિશ્વની પ્રથમ DNA રસી વિકસાવી છે, જે 12 વર્ષથી ઉપરના તમામ લોકોને આપી શકાય છે.

કિંમત ઘટાડવા માટે વાતચીત ચાલી રહી છે ત્રણ ડોઝની રસીની મંજૂરી મળ્યા પછી પણ દેશમાં તેનો ઉપયોગ હજુ શરૂ થયો નથી. થોડા દિવસો પહેલા સરકારે જણાવ્યું હતું કે ઝાયડસ કેડિલાની કોવિડ -19 રસી લોકોને ઉપલબ્ધ કરાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે, જોકે કિંમત એક સ્પષ્ટ મુદ્દો હતો. કંપનીએ રસીના ત્રણ ડોઝ માટે 1,900 રૂપિયાની કિંમત નક્કી કરી છે, પરંતુ સરકાર કિંમત ઘટાડવા માટે વાતચીત કરી રહી છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો.વી કે પોલે કહ્યું હતું કે, “વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સંપૂર્ણ તૈયારી સાથે તે દેશના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો એક ભાગ બની જશે.”

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">