AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Violence: રાહુલ ગાંધી બુધવારે લખીમપુર ખીરી જશે, પ્રિયંકાની પહેલાથી જ સીતાપુરમાં ધરપકડ થઈ ચૂકી છે

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું 5 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવતીકાલે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેશે.

Lakhimpur Violence: રાહુલ ગાંધી બુધવારે લખીમપુર ખીરી જશે, પ્રિયંકાની પહેલાથી જ સીતાપુરમાં ધરપકડ થઈ ચૂકી છે
congress delegation led by rahul gandhi to visit Lakhimpur kheri on wednesday
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 10:05 PM
Share

DELHI : ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ બુધવારે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીની મુલાકાત લેશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડ બાદ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ લખીમપુર ખીરીની મુલાકાત લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી સીતાપુર જઈને પ્રિયંકા ગાંધીને મળવાનો પ્રયત્ન પણ કરી શકે છે.

અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે તેમણે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની લખીમપુર ખીરી મુલાકાત અંગે પણ ચર્ચા કરી હતી. બેઠક પહેલા તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે, તેથી રાહુલ ગાંધીને મળવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે જો કાયદો બધા માટે સમાન છે, તો પછી પ્રિયંકા ગાંધી જેલમાં કેમ છે અને મંત્રીઓ મુક્તપણે કેમ ફરતા હોય છે.

પ્રિયંકા ગાંધીએ જાહેર કર્યો હતો વીડિયો આ પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લખીમપુર હિંસા સંબંધિત વીડિયો શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્નો પૂછ્યા હતા. પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી હતી કે પોલીસ ઇચ્છે તો તેની ધરપકડ કરી શકે છે, પરંતુ તે ખેડૂત પરિવારોને મળ્યા વગર પરત નહીં આવે.

ટ્વિટર દ્વારા એક વીડિયો જાહેર કરતી વખતે, પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું – આ વીડિયોમાં તમારી સરકારના એક મંત્રીનો પુત્ર ખેડૂતોને કાર નીચે કચડી નાખે છે. આ વિડીયો જુઓ અને આ દેશને જણાવો કે આ મંત્રીને શા માટે બરતરફ કરવામાં આવ્યા ન હતા અને આ છોકરાની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. તમે મારા જેવા વિપક્ષી નેતાઓને કોઈપણ આદેશ અને FIR વગર કસ્ટડીમાં રાખ્યા છે. તેમણે આગળ સવાલ કર્યો કે આ માણસ હજુ પણ મુક્ત કેમ રખડે છે?

હરગાંવ પોલીસ સ્ટેશનના SHOએ કહ્યું કે પ્રિયંકા ગાંધી સિવાય સાંસદ દીપેન્દ્ર સિંહ હુડા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ સહિત 11 લોકો વિરુદ્ધ શાંતિ ભંગની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઝાયડસ કેડિલાની 2 ડોઝની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજુરી, 3 ડોઝની રસીની કિંમત પર વાતચીત ચાલુ

આ પણ વાંચો : VADODARA : ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનની જામીન અરજી પર સુનાવણી થઈ

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">