રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રાને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાની માંગ સાથે ખેડૂતોનું રેલ રોકો આંદોલન

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા (SKM) સોમવારે રેલ રોકો આંદોલન કરશે.ખેડૂત સંગઠનો દાવો કરે છે કે આ માટે પહેલાથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આંદોલનકારી ખેડૂત આગેવાનોને જવાબદારી સોપવામાં આવી છે.

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રાને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાની માંગ સાથે ખેડૂતોનું રેલ રોકો આંદોલન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 8:33 AM

Rail Roko Andolan સંયુક્ત કિસાન મોરચા (SKM) એ જણાવ્યું હતું કે લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવા અને તેમની ધરપકડ કરવાની માંગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે. પહેલેથી જ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 18 ઓક્ટોબરે ભારતમાં રેલ સેવા ખોરવાશે. તેમણે એમ પણ કહ્યું કે રેલ રોકો આંદોલન શાંતિપૂર્ણ રીતે, રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડ્યા વગર કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ (SKM) તેના તમામ ઘટકોને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યુ છે.

રવિવારે ખેડૂતોના સંગઠનોએ રેલ રોકો આંદોલનને સફળ બનાવવા તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, રસ્તાને અવરોધવામાં આવશે નહીં, ફક્ત ટ્રેનને રોકવાનું કહેવામાં આવ્યું છે. ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રતન માનએ કહ્યું કે આ માટે તમામ જિલ્લાઓમાં આંદોલનકારી ખેડૂત આગેવાનોને વિવિધ પ્રકારની ફરજ સોપવામાં આવી છે. સાથે જ રાકેશ બેંસે કહ્યું કે રેલ રોકો આંદોલન માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

સંયુક્ત કિસાન મોરચા (SKM) સંકલન સમિતિના સભ્ય બલબીર રાજેવાલે રવિવારે જણાવ્યું હતું કે 3 ઓક્ટોબરે લખીમપુર ખીરી હત્યાકાંડ બાદ તરત જ મોરચાએ વિરોધ કરવા માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સંયુક્ત કિસાન મોરચા (SKM), કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને કેન્દ્ર સરકારમાં મંત્રી પરિષદમાંથી બરતરફ કરીને ધરપકડ કરવાની માંગણી કરી રહ્યું છે. કારણ કે, અજય મિશ્રા કેન્દ્રમાં ગૃહપ્રધાન હોવાથી તેમના આરોપી પૂત્ર આશિષ મિશ્રા સામે યોગ્ય ન્યાયીક કાર્યવાહી થવા અંગે શંકા રહેલી છે.

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં શું છે આજના લેટેસ્ટ રેટ

આ પણ વાંચોઃ

Himachal Pradesh: ઓક્સિજનના અભાવે પર્યટકનુ મોત, કુંઝુમ પાસમાં ફસાયેલા 7 પર્યટકોને રેસક્યું કરાયા, હિમવર્ષાથી ટ્રાફિક જામ

g clip-path="url(#clip0_868_265)">