AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં શું છે આજના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 102.77 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 102.14 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 117.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 108.75 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ - ડીઝલના નવા ભાવ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં શું છે આજના લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 7:08 AM
Share

Petrol Diesel Price Today : પેટ્રોલ-ડીઝલના ભાવે દેશના સામાન્ય લોકોના બજેટને બગાડ્યું છે. સતત વધતા ઈંધણના ભાવથી લોકો ચિંતિત છે. સરકારી તેલ કંપનીઓ (OMCs) એ 18 ઓક્ટોબર, 2021 ના સોમવાર માટે પેટ્રોલ-ડીઝલના નવા દર જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચાર દિવસના વધારા બાદ આજે દરોમાં કોઈ ફેરફાર થયો નથી.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. ઓટો ઇંધણની કિંમતોમાં સતત વધારાથી સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

આજે અમદાવાદમાં પેટ્રોલના રેટ ઉપર નજર કરીએતો અમદાવાદમાં પેટ્રોલ ૧૦૨.૫૫ રૂપિયાપ્રતિ લીટર જયારે ડીઝલ ૧૦૧.૯૨ રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો દર 105.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે તો બીજી તરફ ડીઝલ 94.57 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલનો દર ઘટીને 111.77 પૈસા પ્રતિ લીટર થયો હતો. ડીઝલ 102.52 પૈસા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 102.77 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 102.14 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 117.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 108.75 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 105.84 94.57
Mumbai 111.77 102.52
Chennai 103.01 98.92
Kolkata 106.43 97.68

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

કઇ રીતે નક્કી થાય છે ઇંધણના નવા રેટ? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

આ પણ વાંચો : હવે તમારો Aadhaar Card બન્યો વધુ સુરક્ષિત, જાણો સરકારે શું કર્યો ફેરફાર

આ પણ વાંચો : High Return Stock : વીજળી સંકટના અહેવાલો વચ્ચે Renewable Energy કંપનીના શેરે આપ્યું 1 વર્ષમાં 4130 ટકા રિટર્ન

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">