લખીમપુર ખેરી કેસની તપાસનો ધમધમાટ, SIT તપાસ પર નજર રાખવા સુપ્રીમ કોર્ટ આ ભૂતપૂર્વ ન્યાયાધીશની કરી નિમણૂક

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી કેસની તપાસ પર નજર રાખવા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રાકેશ કુમાર જૈનની નિમણૂક કરી છે.

લખીમપુર ખેરી કેસની તપાસનો ધમધમાટ, SIT તપાસ પર નજર રાખવા સુપ્રીમ કોર્ટ આ ભૂતપૂર્વ ન્યાયાધીશની કરી નિમણૂક
Supreme Court (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 2:19 PM

Lakhimpur Kheri Case : સુપ્રીમ કોર્ટે બુધવારે લખીમપુર ખેરી હિંસા કેસમાં ચાલી રહેલી તપાસ પર દેખરેખ રાખવા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રાકેશ કુમાર જૈનની નિમણૂક કરી છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમમાં (SIT Team) ત્રણ આઈપીએસ અધિકારીઓને (IPS Officer)  પણ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં  જસ્ટિસ જૈન પાસેથી રિપોર્ટ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પુનઃગઠન કર્યું

સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું પુનઃગઠન કર્યું છે, તેમાં 3 વરિષ્ઠ IPS અધિકારીઓ, એસ.બી. શિરોડકર, દીપન્દર સિંહ અને પદ્મજા ચૌહાણને સામેલ કરવામાં આવ્યા છે. ચાર્જશીટ (Charge Sheet) દાખલ થયા પછી અને નિવૃત્ત ન્યાયાધીશ પાસેથી અહેવાલ પ્રાપ્ત થયા પછી SC કેસની આગામી સુનાવણી કરશે.

આશિષ મિશ્રાની વધી મુશ્કેલી

આ પહેલા જિલ્લા ન્યાયાધીશે યુપીના લખીમપુર ખેરી કેસના (Lakhimpur Kheri Case) મુખ્ય આરોપી આશિષ મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, આશિષ ઉપરાંત અન્ય આરોપીઓ લવકુશ રાણા અને આશિષ પાંડેની અરજી પણ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી.કોર્ટમાં બે કલાકની ચર્ચા બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

નોંધનીય છે કે એડવોકેટ પ્રોસિક્યુશન દ્વારા આશિષ મિશ્રાની હાજરીનો વીડિયો અને 60 લોકોની જુબાની સાથે પુરાવા તરીકે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ મુકેશ મિશ્રાએ(Mukesh Mishra)  તમામ પુરાવાઓ તપાસ્યા બાદ જામીન અરજી ફગાવી દેવાનો ચુકાદો આપ્યો હતો.

આ રીતે રચવામાં આવ્યુ ષડયંત્ર

સરકારી વકીલ અરવિંદ ત્રિપાઠીએ (Arvind Tripathi) જણાવ્યું હતુ કે, તેમની સામે બેલેસ્ટિક રિપોર્ટ છે. આ કાંડ માટે થાર અને ફોર્ચ્યુનર કારમાં 10-15 લોકો મારવાના ઈરાદે બેઠા હતા, જેમની પાસે હથિયારો હતા. તેના આધારે તેના જામીન (Bail) નામંજૂર કરવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરે લખીમપુર ખેરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

આ પણ વાંચો: કોરોનામાં આંશિક રાહત : છેલ્લા 527 દિવસોમાં સૌથી ઓછા એક્ટિવ કેસ, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">