AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

દેશની IIT સંસ્થા દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.જે અંતર્ગત વિદ્યાર્થીઓ ધોરણ 11 થી આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકશે.

વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 12:26 PM
Share

New Education Policy : IIT એ નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. આ કોર્સમાં 11મા ધોરણના વિદ્યાર્થીઓ પણ આ કોર્સમાં પ્રવેશ લઈ શકે છે. આ કોર્સમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થીઓ પ્રમાણપત્રથી લઈને રિચર્સ (Research)સુધીની ડિગ્રી મેળવી શકે છે. આ અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિ 5+3+3 હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.

આ કોર્સના (Course) કારણે ઘણા વિદ્યાર્થીઓને ફાયદો મળશે. ઉપરાંત આ વિદ્યાર્થીઓને તેમની અનુકૂળતા મુજબ વિવિધ સંસ્થાઓમાંથી પણ દરેક સેમેસ્ટરનો અભ્યાસ કરવાની સુવિધા મળશે. આ અભ્યાસ ક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ જેટલા વર્ષ અભ્યાસ કરે છે તે મુજબ ડિગ્રી આપવામાં આવશે.

શિક્ષણ મંત્રાલયની મંજુરી મળતા જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

આ માટે સંસ્થા વિવિધ ટેકનિકલ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે MOU સાઈન કરવાની તૈયારી કરી રહી છે. સંસ્થાની સેનેટે આ જવાબદારી સંસ્થાની ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (EC) શાખાના પ્રોફેસર નિતેશ પુરોહિતને (Nitesh Purohit) સોંપવામાં આવી છે. પુરોહિતે જણાવ્યું હતુ કે, આ કોર્સ નવી શિક્ષણ નીતિ(New Education Policy)  હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયની મંજુરી મળતા આ કોર્સ માટે એડમિશન શૈક્ષણિક સત્ર 2022-2023 થી શરૂ થશે. સંસ્થાની સેનેટે આ કોર્સ કરવા માટે એક કમિટીની રચના કરી છે.

આ કોન્ફરન્સમાં અનેક વરિષ્ઠ લોકો હાજરી આપશે

આ કોર્સ સંદર્ભે સંસ્થા દ્વારા 3 અને 4 ડિસેમ્બરના રોજ એક કોન્ફરન્સ યોજવામાં આવશે. જેમાં AICTE, AIU, NITI આયોગ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ લોકો સાથે દેશની જાણીતી IITs, NITs, TripleITs, ટેકનિકલ યુનિવર્સિટીઓ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓના શિક્ષણવિદો સામેલ થશે. આ કોર્સના સંચાલન માટે તેમની સાથે કરાર પણ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ જે પણ સંસ્થામાંથી અભ્યાસ કરવા માંગતા હોય, તે અમુક શરતોને આધીન સંસ્થામાંથી શિક્ષણ મેળવી શકે.

આ કોર્સના અમલીકરણ માટે મંત્રાલયને ડ્રાફટ મોકલવામાં આવશે

વધુમાં પ્રો. પુરોહિતે જણાવ્યું હતું કે, આ કોર્સમાં પ્રથમ વર્ષ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર, બીજા વર્ષ પૂર્ણ થવા પર સ્કિલ પ્રમાણપત્ર, (Skill Certificate) ત્રીજા વર્ષમાં ડિપ્લોમા, ચોથા વર્ષે સ્નાતકની ડિગ્રી, પાંચમા વર્ષે પીજી ડિપ્લોમા, છઠ્ઠા વર્ષે પીજી ડિગ્રી (PG Degree) અને આઠમા વર્ષે પીએસડીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કોર્સને અમલીકરણ માટે મંત્રાલયને ડ્રાફટ મોકલવામાં આવશે, મંજૂરી મળ્યા બાદ શૈક્ષણિક સત્ર 2022-23થી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: NFL Recruitment 2021: નેશનલ ફર્ટિલાઇઝર્સમાં ભરતી માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: IAS Success Story: અનન્યા સિંહે પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા કરી પાસ, 22 વર્ષની ઉંમરે બની IAS ઓફિસર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">