AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા રામદેવ અને રાહુલ ગાંધીને ઠંડી કેમ નથી લાગતી, TV9ના સત્તા સંમેલનમાં યોગ ગુરુ શું કહ્યું જાણો

ટીવી 9ના સત્તા સંમેલનમાં બાબા રામદેવે રાહુલ ગાંધીની ફિટનેસ પર મજા લેતા કહ્યું કે, ગરમી તેને પણ છે. તેમણે શારીરિક,માનસિક અને આર્થિક મજબુતી પર જોર આપતા બળવાન બનોનું મંત્ર આપ્યું હતુ. રામદેવે દાવો કર્યો કે, પતંજલિ વિશ્વની સૌથી મોટી એફએમસીજી કંપની બનશે.

બાબા રામદેવ અને રાહુલ ગાંધીને ઠંડી કેમ નથી લાગતી, TV9ના સત્તા સંમેલનમાં યોગ ગુરુ શું કહ્યું જાણો
| Updated on: Mar 24, 2026 | 9:56 AM
Share

TV9 ભારત વર્ષના સત્તા સંમેલન આજે 24 માર્ચના રોજ આયોજિત કરવામાં આવી રહ્યું છે. જેમાં બાબા રામદેવ પણ સામેલ થયા હતા. આ વચ્ચે બાબા રામદેવને સવાલ કર્યો કે, દેશમાં બે લોકોને ઠંડી કેમ નથી લાગતી. જેમાંથી એક તમે અને બીજા રાહુલ ગાંધી છે. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હું કોફી કે ચા પીતો નથી. તેમજ હું ડ્રિંક કરતો નથી અને જિમ પણ કરતો નથી. વિદેશ જાવ છું, મારો સંપુર્ણ મામલો ઓપન અજેન્ડા છે. રામદેવે મજાકીયા અંદાજમાં કહ્યું ગરમી તો રાહુલ ગાંધીમાં પણ છે. રાહુલ ગાંધી સાંસદમાં ઘમાસણ મચાવી રાખે છે.

રાહુલ ગાંધીની ફિટનેસ પર સવાલના જવાબમાં યોગ ગુરુએ કહ્યું જો તમે બંન્ને લોકોની રિયાલિટી જાણવી છે તો આમને -સામને ઉભા રાખીને જુઓ. જેનાથી જાણ થશે કે, તે કેટલો માર્શલ આર્ટ અને રેસલિંગ જાણે છે.તેઓ એકબીજાને પટકાવશું તો સ્પષ્ટ થઈ જશે, પરંતુ હું એક વાત જાણું છું. આ ફિટનેસ જરૂરી છે. રાહુલ ગાંધી વિશે, હું ફક્ત એટલું જ કહીશ કે તેમણે પોતાની શારીરિક ફિટનેસ જાળવી રાખવી જોઈએ અને રાજકીય રીતે લડતા રહેવું જોઈએ, કારણ કે લોકશાહી શાસક પક્ષ અને વિપક્ષ બંનેની તાકાત પર આધાર રાખે છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.

મને કોઈ મારા કર્તવ્યથી ડગાવી શકશે નહી: બાબા રામદેવ

આ સિવાય બાબા રામદેવે કહ્યું મે સાંસારિક જીવનને ઉથલ-પુથલની પરવા પણ કરતો નથી. મારા દુશ્મન પણ કેમ ન થાય મને કોઈ મારા કરત્વ્યથી ડગાવી શકતું નથી.તેમણે લોકોને કહ્યું કે, તમે વોટર નહી લીડર બનો. જ્યારે તમે અંદરથી નબળા નથી. તો હું તમને શારીરિક, માનસિક, બૈદ્ધિક, આર્થિક રીતે મજબુત જોવા માંગુ છું. વેદ કહે છે કે, બળવાન બનો, નબળા ન બનો. નબળા બનશો તો દુનિયા તમને મારી નાંખશે. તમને દુનિયા જીવતા રહેવા દેશે નહી.

પતંજલિ વિશ્વની સૌથી મોટી એફએમસીજી કંપની બનશે: બાબા રામદેવ

પતંજલિની રશિયા સાથે ડીલ થવાને લઈ બાબા રામદેવને સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર તેમણે કહ્યું ભારતનો સિદ્ધાંત અને ભારતનો સામનો બંન્નેની વિદેશમાં ડિમાંડ છે. આ આગળ વધશે કારણ કે, ભારત મૂડીવાદ કે સરમુખત્યારશાહીના વિચારને સ્વીકારતું નથી. ભારત વિશ્વને બજાર નહીં પણ પોતાનો પરિવાર માને છે. આ ભાવ સાથે આખી દનિયા નેચુરલ મેડિસિન અને આધ્યાત્મના વિચારને સ્વીકાર કરી રહી છે. આજે અમે દાવા કરી રહ્યા છે કે, એક દિવસ પતંજલિ આખા વિશ્વના એફએમસીજી (Fast-Moving Consumer Goods)ની સૌથી મોટી બ્રાન્ડ હશે. આ ભારત માટે હશે.

પિતા હતા ખેડુત, 3 ભાઈ અને 1 બહેન છે, જાણો બાબા રામદેવના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો તેમજ પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">