Loksabha Results 2024 : જાણો બોલિવુડની ક્વિન બાદ રાજકારણની ક્વિન બનેલી કંગનાને સાંસદ તરીકે કેટલો પગાર મળશે, જાણો

|

Jun 05, 2024 | 4:32 PM

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, પરંતુ હવે સૌ કોઈના મનમાં એક જ સવાલ થાય છે કે, સાંસદ સભ્યને કેટલો પગાર અને કઈ સુવિધાઓ મળે છે. તો તેમને કઈ કઈ સરકારી સુવિધીઓ મળશે. તેમજ ખાસ પ્રશ્ન તો એ છે કે, તેમને સેલેરી કેટલી મળશે. તો ચાલો જાણીએ.

Loksabha Results 2024 : જાણો બોલિવુડની ક્વિન બાદ રાજકારણની ક્વિન બનેલી કંગનાને સાંસદ તરીકે કેટલો પગાર મળશે, જાણો

Follow us on

લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચુક્યા છે એટલે ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચુક્યું છે. ચૂંટણી પંચે 542 બેઠકોના પરિણામો જાહેર કરી દીધા છે. પરંતુ હવે સવાલ એ છે કે દેશના 542 સંસદીય ક્ષેત્રોમાંથી ચૂંટાઈને લોકસભામાં જનારા સાંસદોને શું સુવિધાઓ મળે છે? આજે અમે તમને જણાવીશું કે સાંસદોને કેટલો પગાર, કઈ કઈ સુવિધાઓ અને સુરક્ષામાં શું મળે છે. તો આજે આપણે વાત કરીશું કે, કંગના રનૌત મંડીથી ચૂંટણી જીતી ચુકી છે. તો કંગના રનૌતને દર મહિને કેટલો પગાર મળશે,

 કંગના રનૌતને કઈ કઈ સુવિધા મળશે

સાંસદોને સેલેરીની સાથે અન્ય કેટલીક પણ સુવિધાઓ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, સંસદ સભ્ય, (પગાર, ભથ્થુ અને પેન્શન) એક્ટ 1954 હેઠળ સાંસદને પગાર અને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. સાંસદને દર મહિને 1 લાખ રુપિયા પગાર મળે છે. આ સિવાય 1 એપ્રિલ, 2023થી એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત દર પાંચ વર્ષ બાદ સાંસદોના પગાર અને દૈનિક ભથ્થામાં વધારો કરવામાં આવશે. બોલિવુડ અભિનેત્રી એક ફિલ્મ માટે કરોડો રુપિયાનો ચાર્જ લે છે.

સાંસદને કઈ કઈ સુવિધાઓ મળે છે જાણો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

સાંસદ સભ્યનો માસિક પગાર કેટલો હોય છે?

સાંસદ સભ્યનો માસિક પગાર 1 લાખ રૂપિયા હોય છે.

ઓફિસ ખર્ચ ભથ્થા તરીકે દર મહિને કેટલા રુપિયા મળ છે ?

ઓફિસ ખર્ચ ભથ્થા તરીકે દર મહિને 60 હજાર રૂપિયા મળે છે.

શું સાંસદને દિલ્હીમાં રહેવા માટે ઘર મળે છે?

હા સાંસદને રાજધાની દિલ્હીમાં ફ્રી સરકારી આવાસ મળે છે. તેમજ વીજળી અને પાણીની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે.

શું મોબાઈલ ફોન આપવામાં આવે છે

સંસદના સભ્યોને વાર્ષિક 1,50,000 ફ્રી કોલની સુવિધા આપવામાં આવે છે. આ માટે 3 લેન્ડલાઈન/મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકે છે.

રેલવેમાં ફ્રીમાં મુસાફરી કરી શકે છે

તમને જણાવી દઈએ કે સાંસદને એક પાસ પણ આપવામાં આવે છે, જેની મદદથી તે કોઈપણ સમયે રેલવેમાં ફ્રીમાં મુસાફરી કરી શકે છે. આ પાસ કોઈપણ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એસી અથવા એક્ઝિક્યુટિવ ક્લાસમાં માન્ય છે. સાંસદોને સરકારી કામના અર્થે વિદેશ પ્રવાસ દરમિયાન સરકારી ભથ્થું પણ આપવામાં આવે છે. આ સિવાય સાંસદોને સરકારી ખર્ચે સુરક્ષાકર્મીઓ અને કેરટેકર પણ મળે છે, પેન્શન તરીકે રૂ. 25,000/મહિને નક્કી હોય છે. તેમજ ભૂતપૂર્વ સંસદસભ્ય તેમના કોઈ સહયોગી સાથે રેલવેના AC-2 ક્લાસમાં દેશના કોઈપણ ભાગમાં મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો : બનાસકાંઠાની લેડી ડોન છે ગેનીબેન ઠાકોર, કહી ચુક્યા છે કે ‘દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે’

Next Article