Mahatma Gandhi Family Tree: મહાત્મા ગાંધીના પૌત્ર-પૌત્રીઓએ વિદેશમાં નામ કમાવ્યું, જાણો તેમના સમગ્ર પરિવાર વિશે
મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતલીબાઈ હતું. તે તેના પરિવારમાં સૌથી નાના હતા. તેમની બહેનનું નામ રલિયાત હતું અને બે મોટા ભાઈઓના નામ લક્ષ્મીદાસ અને કૃષ્ણદાસ હતા. તેમની બે ભાભીના નામ નંદ કુંવરબેન અને ગંગા હતા. તો ચાલો આજે આપણે મહાત્મા ગાંધીના પરિવાર વિશે જાણીએ.
‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર 1869ના રોજ થયો હતો ગાંધી જયંતિના અવસર પર લોકો મહાત્મા ગાંધીને યાદ કરે છે, તેમને શ્રદ્ધાંજલિ આપે છે, તેમના ઉપદેશોને અનુસરવાની વાત કરે છે, પરંતુ આજે આ અવસર પર અમે તમને એક અલગ જ વાત જણાવી રહ્યા છીએ તે છે બાપુના પરિવારની ગાંધીજી (Mahatma Gandhi) અને કસ્તુરબાને ચાર પુત્રો હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. તેને કોઈ દીકરી નહોતી. હવે જાણો આ તમામ વિશે.
આ પણ વાંચો : Anurag Kashyap Family Tree : બોલિવુડમાં નહોતો આવવા માંગતો અનુરાગ કશ્યપ, બંન્ને વખત લગ્ન રહ્યા નિષ્ફળ
ગાંધીજી અને કસ્તુરબાના ચાર પુત્રો
- હરિલાલ
- મણિલાલ
- રામદાસ
- દેવદાસ
હરિલાલ ગાંધી
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલના લગ્ન ગુલાબબેન સાથે થયા હતા, તેમને 5 બાળકો હતા, જેમાં બે પુત્રીઓ, રાણી અને મનુ અને ત્રણ પુત્રો કાંતિલાલ, રસિકલાલ અને શાંતિલાલ હતા. રસિકલાલ અને શાંતિલાલનું નાની વયે અવસાન થયું. હરિલાલને 4 પૌત્રો છે. અનુશ્રેયા, પ્રબોધ, નીલમ અને નવમાલિકા.
મણિલાલ ગાંધી
ગાંધીજીના બીજા પુત્ર સુશીલાબેન સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સીતા, ઇલા અને અરુણ.
રામદાસ ગાંધી
ત્રીજો પુત્ર રામદાસ નિર્મલા સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સુમિત્રા ગાંધી, કનુ ગાંધી અને ઉષા ગાંધી.
દેવદાસ ગાંધી
સૌથી નાનો પુત્ર દેવદાસ ગાંધી સી. રાજગોપાલાચારીની પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા. બંનેને 4 બાળકો રાજમોહન, ગોપાલ કૃષ્ણ, રામચંદ્ર અને તારા છે.
ગાંધીજીને 4 પુત્રો અને 13 પૌત્રો છે. તેમના પૌત્રો અને તેમના 154 વંશજો 6 દેશોમાં રહે છે. જેમાં 12 ડોક્ટર, 12 પ્રોફેસરો, 5 એન્જિનિયર, 4 વકીલ, 3 પત્રકાર, 2 IAS, 1 વૈજ્ઞાનિક, 1 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 5 ખાનગી કંપનીઓમાં સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. જેમાંથી 4એ પીએચડીની ડિગ્રી મેળવી છે.
પૌત્ર-પૌત્રીઓએ વિદેશોમાં ખ્યાતિ મેળવી છે
મણિલાલ ગાંધીની પુત્રી ઇલા શાંતિ સાઉથ આફ્રિકામાં સાંસદ રહી ચૂકી છે. હરિલાલના પુત્ર શાંતિ ગાંધીએ અમેરિકામાં કાર્ડિયોવેસ્ક્યુલર સર્જન તરીકે કામ કર્યું છે. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધી. નિવૃત્ત IAS અધિકારી છે. પીએમ મોદીએ અનેક અવસરો પર બાપુ પર પોતાના નિવેદનો આપ્યા, જે દર્શાવે છે કે તેઓ તેમનાથી કેટલા પ્રભાવિત છે.