કોરોના કાળમાં પદ્મનાભ સ્વામી મંદિરની હાલત પણ ખરાબ ! દાનથી ખર્ચો નથી નીકળતો – સુપ્રિમ કોર્ટમાં બોલી પ્રશાસન સમિતી

શ્રી પદ્મનાભસ્વામી મંદિર ટ્રસ્ટના 25 વર્ષનું ઓડિટ કરવા માટે ગયા વર્ષના આદેશમાંથી મુક્તિ માંગતી અરજી પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

કોરોના કાળમાં પદ્મનાભ સ્વામી મંદિરની હાલત પણ ખરાબ ! દાનથી ખર્ચો નથી નીકળતો - સુપ્રિમ કોર્ટમાં બોલી પ્રશાસન સમિતી
Kerala Padmanabhaswamy temple is going through difficult times

કેરળના શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની વહીવટી સમિતિએ ટ્રસ્ટની રચનાની અને ઓડિટની તરફેણમાં સુપ્રીમ કોર્ટેને કહ્યું હતું કે મંદિર ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાં આવતાં ચઢાવાની દાનની રકમ મંદિરનાં ખર્ચને પહોંચી વળવા અપર્યાપ્ત છે.

સમિતિ તરફથી મુખ્ય પ્રવક્તા આર વસંતએ ન્યાયમૂર્તિ યૂ. યૂ. લલિત, ન્યાયમૂર્તિ એસ. રવિન્દ્ર ભટ્ટ અને ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદીની બેંચ સમક્ષ રજૂઆત કરી હતી કે કેરળના બધા મંદિર બંધ છે અને વધુમાં જણાવ્યું કે માસિક ખર્ચ 1.25 કરોડ રૂપિયા છે જ્યારે આવક તરીકે માત્ર 60-70 લાખ રૂપિયા જેમ તેમ કરીને મળે છે એટલે અમે કેટલાક ઉપાયો વિશે વિચાર કર્યો છે.

વસંતે બેંચ સમક્ષ કહ્યું હતું કે ન્યાયાલયના આદેશ પર એક ટ્રસ્ટની રચના કરી છે અને એને મંદિરમાં યોગદાન આપવું જોઈએ. ટ્રસ્ટના વરિષ્ઠ પ્રવક્તા અરવિંદ દાતારે તર્ક રજૂ કર્યો હતો કે આ રાજવી પરિવારના સભ્યો દ્વારા બનાવવામાં આવેલ આ સાર્વજનિક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટના સંગઠનમાં એમની કોઈ ભૂમિકા નથી અને તે આ અરજીમાં પક્ષકાર નથી. એમણે જણાવ્યું હતું કે આ મામલે એમણે માત્ર ટ્રસ્ટનો ઉલ્લેખ કર્યો છે.

આ ટ્રસ્ટની રચના મંદિરમાં પરિવાર સાથે સંકળાયેલી વિધિઓ અને વિધિઓની દેખરેખ માટે કરવામાં આવી હતી અને વહીવટમાં તેની કોઈ ભૂમિકા નથી. એમીકસ ક્યુરીએ ટ્રસ્ટના ખાતાનું ઓડિટ કરાવવાની માગણી કર્યા બાદ જ સુપ્રીમ કોર્ટ સમક્ષ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દાતારે જણાવ્યું હતું કે એનું ઓડિટ કરવાની જરૂર નથી. કારણ કે એ મુદ્દો મંદિર કરતાં અલગ છે.

કોર્ટે આદેશ અનામત રાખ્યો હતો

શ્રી પદ્મનાભસ્વામી મંદિર ટ્રસ્ટના 25 વર્ષનું ઓડિટ કરવા માટે ગયા વર્ષના આદેશમાંથી મુક્તિ માંગતી અરજી પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે કેરળ હાઇકોર્ટના 2011 ના ચુકાદાને રદ્દ કરી દીધો હતો અને રાજ્ય સરકારને ઐતિહાસિક મંદિરનું સંચાલન કરવા અને સંપત્તિનો નિયંત્રણમાં લેવા ટ્રસ્ટની સ્થાપના કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. દેશના સૌથી ધનિક મંદિરોમાંના એક ગણાતા આ મંદિરના વહીવટમાં ત્રાવણકોર રાજવી પરિવારના અધિકારોને સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું હતું.

એમીકસ ક્યુરી અને સિનિયર એડવોકેટ ગોપાલ સુબ્રમણ્યમના સલાહ મુજબ કોર્ટે વહીવટી સમિતિને છેલ્લા 25 વર્ષથી મંદિરની આવક અને ખર્ચનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો –

Crime: પત્નીનો લગ્ન પહેલાનો ફોટો જોઈ પતિને લાગ્યો આંચકો, પતિએ ભર્યું આ છેલ્લું પગલું પરંતુ પાછળથી ફોટાનો થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો –

ICAI CA Inter Result 2021 : CA ઇન્ટર પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati