Crime: પત્નીનો લગ્ન પહેલાનો ફોટો જોઈ પતિને લાગ્યો આંચકો, પતિએ ભર્યું આ છેલ્લું પગલું પરંતુ પાછળથી ફોટાનો થયો ચોંકાવનારો ખુલાસો

પત્નીએ પણ સંતોષને કહ્યું કે ઈરફાને તેની પાસે ખરાબ માંગણી કરી હતી, જે તેણે ઠુકરાવી દીધી છે. આ પછી ઇરફાને તેને ધમકી પણ આપી હતી

Crime: પત્નીનો લગ્ન પહેલાનો ફોટો જોઈ પતિને લાગ્યો આંચકો, પતિએ ભર્યું આ છેલ્લું પગલું પરંતુ પાછળથી ફોટાનો થયો ચોંકાવનારો ખુલાસો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 12:17 PM

Crime: મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના વાલુજ શહેરના વડગાંવમાં રહેતા સંતોષ વિઠ્ઠલ વાઘમારે છેલ્લા આઠ દિવસથી ગુમ હતા. ગઈકાલે અચાનક તેનો મૃતદેહ તિસગાંવ વિસ્તારમાં ખાણ નજીક ઝાડ પરથી લટકતો મળી આવ્યો હતો. સંતોષ વાઘમારેના ગળામાં ફાંસો હતો. આ સમાચારથી આખા ઔરંગાબાદમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસને હજુ ખાતરી નહોતી કે સંતોષે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે કે કોઈએ તેની હત્યા કરી છે. આ હત્યા પાછળનું રહસ્ય શુક્રવારે પ્રકાશમાં આવ્યું હતું. બીજા યુવાન સાથે તેની પત્નીનો ફોટો જોયા બાદ તેને ભારે આઘાત લાગ્યો હતો. આ નિરાશામાં તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું.

પર્વતની ખાણમાંથી મૃતદેહ મળ્યો 32 વર્ષીય સંતોષ વાલૂંજની MIDC માં આવેલી Lumax નામની કંપનીમાં કામ કરતો હતો. 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે તે કંપનીમાં કામ કરવા જતો હોવાનું કહીને ઘરની બહાર નીકળ્યો હતો. પરંતુ મોડી સાંજ સુધી તે ઘરે આવ્યો ન હતો. ઘણી શોધખોળ બાદ પણ જ્યારે સંતોષનો પત્તો ન લાગ્યો ત્યારે તેની પત્નીએ બીજા દિવસે એમઆઇડીસી વાલુજના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પછી વાલૂજ પોલીસ સ્ટેશનની પોલીસે સંતોષની શોધખોળ શરૂ કરી હતી. છેવટે, 16 સપ્ટેમ્બરના રોજ, સંતોષની લાશ તિસગાંવ વિસ્તારમાં ઘાટની ખાણ પાસે કેટલાક લોકોએ ઝાડ પર લટકતી જોઈ હતી. લોકોએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાની સાથે જ પોલીસ પણ તે સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી. આ મૃતદેહ સંતોષ વાઘમારેનો જ હતો. પરંતુ હજુ પણ પોલીસને એક સવાલનો જવાબ શોધી રહી છે. સંતોષના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

ઈરફાન નામની વ્યક્તિની એન્ટ્રી સંતોષ વાઘમારે ગુમ થયા બાદ તેની પત્નીએ ઈરફાન પઠાણ નામના વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે ઇરફાન પઠાણ વિશે સઘન તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું. પોલીસ તપાસ મુજબ, એક વખત જ્યારે સંતોષ વડગાંવ તરફ આવી રહ્યો હતો, ત્યારે ઈરફાન પઠાણે સંતોષને એકતાનગરના હરસુલ વિસ્તાર પાસે રસ્તામાં રોક્યો હતો.

સંતોષને તેની પત્ની સાથે લેવાયેલી તસવીર બતાવવામાં આવી હતી. ઘરે પરત ફર્યા બાદ જ્યારે સંતોષે તેની પત્નીને આ વિશે પૂછ્યું તો પત્નીએ કહ્યું કે તે ઈરફાનને ઓળખે છે. પરંતુ તેઓ જે ફોટો વિશે વાત કરી રહ્યા હતા તે એડિટ કરવામાં આવ્યો છે.

સંતોષની પત્નીએ પણ સંતોષને કહ્યું કે ઈરફાને તેની પાસે ખરાબ માંગણી કરી હતી, જે તેણે ઠુકરાવી દીધી છે. આ પછી ઇરફાને તેને ધમકી પણ આપી હતી કે તે તેને બરબાદ કરી દેશે. પણ પતિ સંતોષ માની ન શક્યો અને નિરાશાના અંધકારમાં ડૂબી ગયો અને અંતે તેણે મોતને ભેટી લીધું.

ઇરફાન પઠાણ સામે કેસ નોંધાયો હાલમાં મૃતકની પત્ની સંતોષ વાઘમારેની ફરિયાદના આધારે આરોપી ઇરફાન પઠાણ સામે MIDC વાલૂજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં વધુ તપાસ મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર ગૌતમ વાવળે કરી રહ્યા છે.

આ પણ વાંચો: Mandi: અમરેલીની APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7755 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી હાથ ધરવા બેઠક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">