AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોચીની CUSAT યુનિવર્સિટીના મ્યુઝિક કોન્સર્ટમાં મચી નાસભાગ, 4 વિદ્યાર્થીઓના મોત 60 થી વધુ ઘાયલ

કેરળની કોચી યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગને કારણે ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે. નિકિતા ગાંધીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જે દરમ્યાન આ અકસ્માત થયો હતો. કાર્યક્રમની વચ્ચે જ વરસાદ શરૂ થયો હતો જે બાદ વિદ્યાર્થીઓ અંદર દોડવા લાગ્યા હતા, પરિણામે નાસભાગ મચી ગઈ હતી.

કોચીની CUSAT યુનિવર્સિટીના મ્યુઝિક કોન્સર્ટમાં મચી નાસભાગ, 4 વિદ્યાર્થીઓના મોત 60 થી વધુ ઘાયલ
| Updated on: Nov 25, 2023 | 10:39 PM
Share

કેરળમાં કોચી યુનિવર્સિટી (CUSAT)માં સંગીત કાર્યક્રમ દરમિયાન નાસભાગને કારણે ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટનામાં 40થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયાના પણ સમાચાર છે. યુનિવર્સિટીમાં જ્યારે નિકિતા ગાંધીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે આ નાસભાગ મચી ગઈ હતી. આ કાર્યક્રમ કેમ્પસના ઓપન-એર ઓડિટોરિયમમાં ચાલી રહ્યો હતો અને તે દરમિયાન લગભગ 2000 વિદ્યાર્થીઓ ત્યાં એકઠા થયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે ઓપન એર ઓડિટોરિયમમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે વરસાદ શરૂ થયો, જેના કારણે લોકો ઓડિટોરિયમની અંદર દોડી ગયા. થોડી જ વારમાં ત્યાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. મૃતક વિદ્યાર્થીઓમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે, જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. નાસભાગમાં 15 વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના મૃતદેહ કલામસેરી મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે.

આજે યુનિવર્સિટીમાં ટેક ફેસ્ટનો છેલ્લો દિવસ હતો

શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે યુનિવર્સિટીમાં આ અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં આજે ટેક ફેસ્ટનો છેલ્લો દિવસ હતો. ઘટના બાદ સ્થળ પર પહોંચીને વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી બહાર કાઢી રહ્યા છે. હાલ સમગ્ર કેમ્પસમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. નાસભાગની માહિતી મળ્યા બાદ અનેક એમ્બ્યુલન્સ વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જેના દ્વારા ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રક્ષા મંત્રી રાજનાથ સિંહની Tv9 સાથે ખાસ વાતચીત, કહ્યું POK ને કબજે કરવાની જરૂર નથી.. જાતે જ આવી જશે

2000 થી વધુ વિદ્યાર્થીઓ કાર્યક્રમ નિહાળી રહ્યા હતા

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.શંકરે જણાવ્યું છે કે ટેક ફેસ્ટના રૂપમાં સંગીતનો કાર્યક્રમ હતો. કમનસીબે ભીડ ઘણી વધી ગઈ હતી અને અધવચ્ચે જ વરસાદ પડવા લાગ્યો. વરસાદથી બચવા દોડતા કેટલાક વિદ્યાર્થીઓ જમીન પર પડ્યા હતા. જ્યાં સુધી ઘાયલોની સંખ્યાનો સવાલ છે, હું આવતીકાલે જ ચોક્કસ માહિતી આપી શકીશ. કાર્યક્રમમાં 2000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

કોર્પોરેશનના કાઉન્સિલરે જણાવ્યું કે ઘટના કેમ બની?

આ ઘટના અંગે કોચી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર પ્રમોદે કહ્યું છે કે આ નાસભાગ એક જ ગેટથી પ્રવેશ અને બહાર નીકળવાના કારણે થઈ છે. વિદ્યાર્થીઓ એક જ ગેટમાંથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યાં સુધી જવાની સીડીઓ એકદમ ઢાળવાળી હતી. આવી સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓ નીચે ઉતરી ગયા હતા અને ભીડ દ્વારા કચડાઈ ગયા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">