કેરળમાં મેઘાનું તાંડવ ! ભારે વરસાદને પગલે કોટ્ટાયમના મુંડકાયમમાં એક મકાન પૂરમાં ગરકાવ, Videoમાં જુઓ દિલધડક દ્રશ્યો

કેરળમાં આસમાની આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે અત્યારસુધીમાં કુલ 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 લોકો લાપતા છે.હાલ વાયુસેનાના જવાનો દ્વારા બચાવ કામગિરી હાથ ધરવામાં આવી છે.

કેરળમાં મેઘાનું તાંડવ !  ભારે વરસાદને પગલે કોટ્ટાયમના મુંડકાયમમાં એક મકાન પૂરમાં ગરકાવ, Videoમાં જુઓ દિલધડક દ્રશ્યો
File Photo


Kerala Weather : ચોમાસાના અંત પહેલા જ વરસાદે ફરી દેશમાં આફત વરસાવી છે. ક્યાંક આ વરસાદ આરામ આપી રહ્યો છે તો ક્યાંક જીવલેણ બની ગયો છે. કેરળમાં સતત વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં કુલ 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 લોકો લાપતા છે. કેરળના (Kerala) કોટ્ટાયમ જિલ્લામાં રવિવાર સાંજે પૂરમાં એક આખું ઘર ધોવાઈ ગયા હોવાના દિલધડક દ્રશ્યો સામે આવ્યા હતા.જો કે અકસ્માત સમયે ઘરમાં કોઈ ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આસમાની આફતના દ્રશ્યો કેમેરામાં કેદ

વાયુસેનાના જવાનો બચાવ કાર્યમાં જોતરાયા

ડિફેન્સ PROએ જણાવ્યું હતું કે, મેડિકલ એકમો સાથે સેનાના જવાનોની ટીમ બચાવ કામગીરી માટે કન્નૂરથી વાયનાડ પહોંચી છે. સેના દ્વારા અત્યાર સુધીમાં કુલ 3 એકમો તૈનાત કરવામાં આવ્યા છે. રાહત સામગ્રી સાથે નેવી હેલિકોપ્ટર દ્વારા વરસાદ પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, એરફોર્સ સ્ટેશન (Airforce Station) શાંગામુઘમ ખાતે બે એરફોર્સ હેલિકોપ્ટર MI-17 સ્ટેન્ડબાય પર છે.

ભારે વરસાદની આગાહીને પગલે આ રાજ્યોમાં એલર્ટ જાહેર

ઉત્તર ભારતની વાત કરીએ તો, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે. અહેવાલો અનુસાર ચાર ધામ યાત્રાને પણ હાલ રોકી દેવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં સોમવારે શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી.

 

આ પણ વાંચો : Delhi Air Pollution: વરસાદ હોવા છતાં, દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 350 પર પહોચ્યું,પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા

આ પણ વાંચો : Gold Price Today : દિવાળી સુધી સોનાનું રોકાણ આપી શકે છે સારું રિટર્ન, જાણો શું છે આજે 1 તોલા સોનાના ભાવ

Click on your DTH Provider to Add TV9 Gujarati