AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કાશી વિશ્વનાથ મંદિરમાં ‘ફાયરિંગ’! જવાનની બંદૂકમાંથી અચાનક છૂટી ગોળી, 3 લોકો થયા ‘ઈજાગ્રસ્ત’

વારાણસીના પ્રખ્યાત શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શનિવારે મંદિરના ગેટ નંબર-4 પર ફરજ બજાવતા એક સુરક્ષા જવાનની બંદૂક અચાનક હાથમાંથી નીચે પડી ગઈ હતી, જેના કારણે તેમાંથી અકસ્માતે ગોળી છૂટી ગઈ હતી.

Breaking News: કાશી વિશ્વનાથ મંદિરમાં 'ફાયરિંગ'! જવાનની બંદૂકમાંથી અચાનક છૂટી ગોળી, 3 લોકો થયા 'ઈજાગ્રસ્ત'
| Updated on: Jul 05, 2026 | 5:07 PM
Share

શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં શનિવારે ગેટ નંબર-4 પર તૈનાત એક પીએસી (PAC) જવાનની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી ગઈ હતી. ગોળી રોડ પર વાગી અને પછી ઉછળીને તેના છરા બે દુકાનદારો અને અન્ય એક વ્યક્તિને વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે.

મળેલી માહિતી મુજબ, શનિવારે રોજની જેમ લોકો બાબા વિશ્વનાથના દર્શન કરી રહ્યા હતા. તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે મંદિરના ગેટ નંબર-4 પર ફરજ પર તૈનાત એક પીએસી કોન્સ્ટેબલની કાર્બાઇન અચાનક જમીન પર પડી ગઈ અને તેમાંથી ગોળી છૂટી ગઈ. ગોળી આસપાસના બે દુકાનદારોને વાગી હતી. આ સાથે જ અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી.

PAC જવાનની પૂછપરછ ચાલુ

ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની કબીરચૌરા મંડળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમામ લોકો જોખમથી બહાર છે. બીજી તરફ, પીએસી જવાનને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ મામલાની તપાસ કરી રહી છે

હોસ્પિટલમાં જે લોકોની સારવાર ચાલી રહી છે, તેમની ઓળખ નિક્કી ગુપ્તા, રામબાબુ અને વિકાસ યાદવ તરીકે થઈ છે. તેમના હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. આ સાથે જ પોલીસને આ મામલાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક માહોલ સંભાળી લીધો હતો અને લોકોને શાંત કર્યા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે કે, આખરે કાર્બાઇન જમીન પર કેવી રીતે પડી ગઈ અને ગોળી કેવી રીતે છૂટી?

ફૂલ-હાર ખરીદતી વખતે થયો ‘અકસ્માત’

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, જે સમયે આ અકસ્માત થયો તે સમયે લોકો ફૂલ-હાર ખરીદી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, દરરોજ હજારોની સંખ્યામાં લોકો બાબાના દર્શન માટે કાશી નગરી પહોંચે છે. કાશી વિશ્વનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હોય છે.

રામ મંદિરનો નવો ‘નો-પોકેટ’ ડ્રેસ કોડ: જાણો આ નિયમો શું છે અને તે કોને લાગુ પડે છે

Follow Us
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
g clip-path="url(#clip0_868_265)">