મોટા સમાચાર: આવતીકાલથી ફરી ખુલશે કરતારપુર કોરિડોર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આવતીકાલે એટલે કે 17મી નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે'.

મોટા સમાચાર: આવતીકાલથી ફરી ખુલશે કરતારપુર કોરિડોર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી જાહેરાત
Kartarpur Sahib Gurdwara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 4:03 PM

કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કરતાપુર સાહિબ (Kartarpur Sahib) કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારે આવતીકાલે એટલે કે 17મી નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય શ્રી ગુરુ નાનક દેવજી અને આપણા શીખ સમુદાય પ્રત્યે મોદી સરકારની અપાર શ્રદ્ધા દર્શાવે છે.

કરતારપુર સાહિબ ગુરુદ્વારાની (Kartarpur Sahib Gurdwara) યાત્રા માર્ચ 2020 માં કોરોના વાયરસને કારણે સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ, પંજાબના ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને ગુરુ પર્વ પહેલા કરતારપુર કોરિડોરને ફરીથી ખોલવા વિનંતી કરી હતી.

ભાજપના પંજાબ એકમના અધ્યક્ષ અશ્વિની શર્માએ જણાવ્યું કે 11 રાજ્યના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ વડાપ્રધાન મોદીને તેમના નિવાસસ્થાને મળ્યું અને તેમને ગુરુ નાનક દેવજીના અનુયાયીઓની ભાવનાઓથી વાકેફ કર્યા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નવજોત સિંહ સિદ્ધુએ નિર્ણયને આવકાર્યો પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કરતારપુર કોરિડોર ખોલવાનું સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ‘સ્વાગત યોગ્ય પગલાં, અનંત શક્યતાઓનો કોરિડોર ફરીથી ખોલવામાં આવ્યો છે. નાનક નામ લેનારાઓને અમૂલ્ય ભેટ. મહાન ગુરુનો કોરિડોર બધા પર આશીર્વાદ વરસાવવા માટે હંમેશા ખુલ્લો રહે.

પાકિસ્તાને કોરિડોર ખોલવાની વિનંતી કરી હતી પાકિસ્તાને મંગળવારે ભારતને વિનંતી કરી કે તેના તરફથી કરતારપુર કોરિડોર ફરીથી ખોલે અને શીખ તીર્થયાત્રીઓને ગુરુ નાનક દેવની જન્મજયંતિ પર આયોજિત ઉજવણી માટે પવિત્ર સ્થળની મુલાકાત લેવાની મંજૂરી આપે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું, “ભારતે હજી સુધી તેની બાજુથી કોરિડોર ખોલ્યો નથી અને તીર્થયાત્રીઓને કરતારપુર સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપી નથી. અમે તે દિવસ માટે ભારત અને વિશ્વભરના તીર્થયાત્રીઓને આવકારવા માટે આતુર છીએ.”

ગુરુ પર્વ 19 નવેમ્બરે ઉજવવામાં આવશે ગુરુ નાનકની જન્મજયંતિ તરીકે ઉજવાતો ગુરુ પર્વ આ વર્ષે 19 નવેમ્બરે ઉજવવામાં આવશે. ગુરુદ્વારા કરતારપુર સાહિબ શીખ ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક છે. તેનું ફરી શરૂ થવું એ પંજાબ માટે ભાવનાત્મક મુદ્દો છે. એટલા માટે કોંગ્રેસ અને અકાલી દળ સહિત તમામ પક્ષો તેને ફરીથી ખોલવાની માગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Purvanchal Expressway Inauguration: PM મોદીએ કર્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, કહ્યું- આ છે યુપીના વિકાસનો એક્સપ્રેસ વે

આ પણ વાંચો : કોરોનાએ વધાર્યું ટેન્શન ! બંને ડોઝ લેનારા લોકોને પણ થઈ રહ્યું છે સંક્રમણ, નવા આવતા કેસમાં 40 ટકા આવા દર્દીઓ

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">