Karnataka : યેદિયુરપ્પાએ ધર્માંતરણ સામેના કાયદા માટે કોંગ્રેસ-જેડીએસનો માંગ્યો ટેકો, ડીકે શિવકુમારે બિલ ફાડી નાખ્યું
બિલ રજૂ થયા પછી, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે ગૃહના ફ્લોર પર બિલ ફાડી નાખ્યું અને કોંગ્રેસના ધારાસભ્યોએ ધર્માંતરણ વિરોધી બિલના વિરોધમાં વોકઆઉટ કર્યું હતુ. કોંગ્રેસ રાજ્યમાં આ બિલનો ભારે વિરોધ કરી રહી છે.
કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ (Araga Gyanendra) મંગળવારે રાજ્યની વિધાનસભામાં વિવાદાસ્પદ ગણાયેલા ધર્માંતરણ વિરોધી બિલ (Anti-conversion bill) રજૂ કર્યું હતું. આ પછી આજે કર્ણાટક વિધાનસભામાં (Karnataka Legislative Assembly) ભારે હોબાળો થયો હતો. વિધાનસભાના અધ્યક્ષે જાહેરાત કરી કે તેમણે સરકારને પ્રક્રિયા મુજબ બિલ રજૂ કરવાની મંજૂરી આપી છે અને બુધવારે તેને વિધાનસભામાં ચર્ચા માટે લેવામાં આવશે. બિલ રજૂ થયા પછી, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે (DK Shivkumar ) ગૃહના ફ્લોર પર બિલ ફાડી નાખ્યું અને કોંગ્રેસના ધારાસભ્યોએ ધર્માંતરણ વિરોધી બિલના (Anti-conversion bill) વિરોધમાં વોકઆઉટ (Walkout) કર્યું હતુ. કોંગ્રેસ રાજ્યમાં આ બિલનો ભારે વિરોધ કરી રહી છે.
ડીકે શિવકુમારે કહ્યું, “બિલને ફાડી નાખવો એ મારો અધિકાર છે, તેઓ જે ઇચ્છે છે તે કરવા દો. આ બિલ બંધારણની વિરુદ્ધ છે. તે માત્ર લઘુમતીઓને (Minority) બ્લેકમેલ અને હેરાન કરવા માટે છે. દરેકને તેમના ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર છે.” કોંગ્રેસ આ બિલનો વિરોધ કરે છે અને જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે ત્યારે અમે આ બીલને રદ કરીશુ.”
યેદિયુરપ્પાએ કોંગ્રેસ અને જેડીએસનું સમર્થન માંગ્યું છે ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ (BS Yeddyurappa) મંગળવારે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (JDS)ને આગામી શિયાળુ સત્ર દરમિયાન સર્વસંમતિથી ધર્માંતરણ વિરોધી બિલ પસાર કરવા અપીલ કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “ઘણા રાજ્યોએ આ અંગે કાયદો બનાવ્યો છે. આ નવો કાયદો નથી. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે ધર્માંતરણ બંધ થવું જોઈએ. હું કોંગ્રેસ અને જેડીએસને વિનંતી કરું છું કે આ બિલનો વિરોધ ન કરે અને તેને ગૃહમાં સર્વસંમતિથી ધર્માંતરણ વિરોધી બિલ પસાર કરવામાં આવે.
તેમણે આશા વ્યક્ત કરી કે આ બિલ ગૃહમાંથી પસાર થઈ જશે અને સરકારે ધર્માંતરણ વિરોધી બિલ પર ઘણા નેતાઓનો અભિપ્રાય લીધો છે. જયારે, કર્ણાટકના ગૃહ પ્રધાન અરગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે કોઈએ પણ આ બિલથી ડરવાની જરૂર નથી.
કુમારસ્વામીએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ (HD Kumaraswamy) કહ્યું છે કે પાર્ટી બિલને સમર્થન નહીં આપે કારણ કે આ બિલની કોઈ જરૂર નથી. જેડીએસે આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ (Siddharmaiah) કહ્યું કે આ બિલની કોઈ જરૂર જ નથી કારણ કે બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે પહેલેથી જ કાયદો અસ્તિત્વમાં છે. આ કાયદો ચોક્કસ ધર્મને નિશાન બનાવવા માટે લાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ
Viral Videos 2021: ભારત અને પાકિસ્તાનના આ 2 વીડિયોએ 2021માં મચાવી ધૂમ, દુનિયાભરમાં થયા ફેમસ
આ પણ વાંચોઃ