AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રિટિશ ઈતિહાસના સૌથી મોંઘા છુટાછેડા! દુબઈના શાસક પત્નીને આપશે 5,540 કરોડ રૂપિયાનું વળતર

જજે પોતાના નિર્ણયમાં કહ્યું કે જ્યાં સુધી બાળકોનો અભ્યાસ પૂરો નથી થઈ જતો, ત્યાં સુધી દુબઈના શાસકને 11 મિલિયન પાઉન્ડની વાર્ષિક ચૂકવણી કરવી પડશે.

બ્રિટિશ ઈતિહાસના સૌથી મોંઘા છુટાછેડા! દુબઈના શાસક પત્નીને આપશે 5,540 કરોડ રૂપિયાનું વળતર
Dubai Ruler Sheikh Mohammed bin Rashid Al Maktoum
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 8:54 PM
Share

એક બ્રિટિશ કોર્ટે મંગળવારે દુબઈના શાસકને પોતાની પૂર્વ પત્ની અને તેમના બાળકોને 554 મિલિયન પાઉન્ડ (5,540 કરોડ રૂપિયા)ની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. આ બ્રિટિશ ઈતિહાસમાં સૌથી મોંઘા છુટાછેડામાંથી એક છે. લંડનના એક જજે શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમને (Sheikh Mohammed bin Rashid Al Maktoum) રાજકુમારી હયા બિંત અલ હુસૈન (Haya Bint al-Hussein)ને સુરક્ષા અને આભૂષણ અને કપડાને કવર કરવા માટે 3 મહિનાની અંદર 251.5 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો.

જજે પોતાના નિર્ણયમાં કહ્યું કે જ્યાં સુધી બાળકોનો અભ્યાસ પૂરો નથી થઈ જતો, ત્યાં સુધી દુબઈના શાસકને 11 મિલિયન પાઉન્ડની વાર્ષિક ચૂકવણી કરવી પડશે. આ રકમને 290 મિલિયન પાઉન્ડ બેન્ક ગેરન્ટીથી સુરક્ષિત કરવામાં આવશે. જજ ફિલિપ મૂરે કહ્યું કે આ રાજકુમારી હયાને તેમના છુટાછેડા બાદ આર્થિક મદદ આપશે. જજે જણાવ્યું કે દુબઈના શાસકે પોતાની પત્ની અને તેમની કાયદાકીય ટીમના ફોન હેક કરવાનો આદેશ આપ્યો હતો. શેખે કેસમાં પોતાના તરફથી કોઈ દાવો પણ નથી કર્યો.

બાળકોને સુરક્ષા આપવા વિશે વિચાર્યુ: શેખ

શેખને તેના પરિવારને ચૂકવવાની કુલ રકમ ઘણી વધારે હોવાની સંભાવના છે, કારણ કે વાર્ષિક સુરક્ષા ખર્ચ તેણે તેમના બાળકોને શિક્ષણ પૂર્ણ કર્યા પછી સીધો ચૂકવવો પડશે. શેખે એક નિવેદનમાં કહ્યું કે તેમને હંમેશા એ સુનિશ્ચિત કર્યુ છે કે તે તેમના બાળકોને સુરક્ષા પ્રદાન કરે. રાજકુમારી હયાના વકીલોએ આ નિર્ણય પર ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો. લંડનની ફેમિલી કોર્ટ મોટી રકમના વ્યવહાર માટે જાણીતી છે. જ્યાં ન્યાયાધીશ સામાન્ય રીતે દંપતીની મિલકતનો વધુ સમાન હિસ્સો આપવાનો આદેશ આપતા રહે છે.

રાજકુમારીએ નાણાકીય દાવો કેમ કર્યો?

છેલ્લા 2 વર્ષમાં લંડનની કોર્ટે દુબઈ શાહી પરિવારથી સંબંધિત ઘણા આરોપો પર નિર્ણયને સંભળાવ્યા છે. જજના નિર્ણય મુજબ રાજકુમારી હયાએ કેસ દરમિયાન કહ્યું કે તે ઘેરાબંધી હેઠળ હતી અને શેખની દેખરેખ મુશ્કેલી પહોંચાડી રહી હતી. રાજકુમારીએ નાણાકીય દાવો એટલે કર્યો હતો, કારણ કે તે પોતાની અંગત મિલકતને ફરીથી મેળવવા ઈચ્છતી હતી, સમાધાનના ભાગરૂપે જજ મૂરે પરિવારને ખાનગી જેટ પરની ફ્લાઈટ સહિત રજાઓ પર ખર્ચ કરવા માટે વાર્ષિક 5 મિલિયનથી વધુ અપાવ્યા.

આ પણ વાંચો: Viral Videos 2021: ભારત અને પાકિસ્તાનના આ 2 વીડિયોએ 2021માં મચાવી ધૂમ, દુનિયાભરમાં થયા ફેમસ

આ પણ વાંચો: Sabarkantha : પેપર લીક કાંડમાં ત્રણ આરોપીને અદાલતે 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">