AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Videos 2021: ભારત અને પાકિસ્તાનના આ 2 વીડિયોએ 2021માં મચાવી ધૂમ, દુનિયાભરમાં થયા ફેમસ

Most Viral Videos of 2021: વર્ષ 2021 હવે સમાપ્ત થવા આડે હવે ગણતરીના જ દિવસો છે. આ વર્ષે સહદેવ અને પાવરી ગર્લે સોશિયલ મીડિયા પર દબોદબો જાળવી રાખ્યો. આ બંનેના વાયરલ થયેલા વીડિયોએ આખી દુનિયામાં સનસનાટી મચાવી દીધી હતી.

Viral Videos 2021: ભારત અને પાકિસ્તાનના આ 2 વીડિયોએ 2021માં મચાવી ધૂમ, દુનિયાભરમાં થયા ફેમસ
bachpan ka pyar fame sahdev, pawri hori hai fame pawri girl
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 8:23 PM
Share

વર્ષ 2021 સમાપ્ત થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના વાયરસની (Corona virus) ઝપેટમાં છે. જો કે, આ વર્ષે લોકોને થોડી રાહત મળી છે. પરંતુ, આ એક વર્ષમાં દુનિયાએ ઘણું જોયું અને શીખ્યું. ઘણાએ પ્રિયજનો ગુમાવ્યા, કેટલાકએ ઘણું મેળવ્યું. આ બધાની વચ્ચે બે એવા લોકો સામે આવ્યા, જેમણે માત્ર પોતાના લોકો જ નહીં પરંતુ આખી દુનિયામાં અનેક લોકોના દિલો પર રાજ કર્યું. વર્ષ 2021માં તેમની સૌથી વધુ ચર્ચા થઈ હતી અને તેમના વાયરલ વીડિયો (Viral video) સોશિયલ મીડિયા (Social media)પર જોરદાર વાયરલ થયા હતા.

‘બચપન કા પ્યાર’

સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે દરરોજ હજારો વીડિયો શેર કરવામાં આવે છે. પરંતુ, છત્તીસગઢના રહેવાસી સહદેવનો (Sahadev) વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો. સહેદવનું ગીત ‘બચપન કા પ્યાર’  (Bachpan ka pyaar) જોરદાર વાયરલ થયું હતું. આ એક ગીતથી સહદેવ રાતોરાત સ્ટાર બની ગયો. એક સમય હતો જ્યારે તેનો વાયરલ વીડિયો દરેક જગ્યાએ લોકો જોતા હતા અને તેનુ ગીત સાંભળતા હતા. આટલું જ નહીં લોકોએ તે ગીતનો પણ વીડિયો બનાવ્યો. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે (Chhattisgarh CM Bhupesh Baghel) પણ સહદેવની પ્રશંસા કરી અને તેમનું સન્માન કર્યું. બોલિવૂડ સિંગર બાદશાહે (Bollywood Singer Badshah) તેની સાથે એક ગીત પણ ગાયુ હતું. સહદેવને ટીવીના કેટલાક શોમાં પણ રજુ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વીડિયોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.

પાવરી ગર્લ

માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનનો પણ એક વીડિયો પણ આખી દુનિયામાં 2021ના વર્ષમાં છવાયેલો રહ્યો હતો. લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો અને તેના ખૂબ વખાણ કર્યા. હા, આપણે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાનની પાવરી ગર્લની (Pawri Girl) 2021માં આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. આ વીડિયો પર સ્ટારથી લઈને સુપરસ્ટાર સુધીના લોકોએ મેમ્સ બનાવ્યા અને શેર કર્યા. આ વીડિયોની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી અને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર લાખો લોકોએ જોયો હતો.

આ પણ વાંચોઃ

Mumbai Corona: મુંબઈમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, નવેમ્બરમાં હતો કંટ્રોલ પરંતુ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી બગડવા લાગી છે સ્થિતિ

આ પણ વાંચોઃ

TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, અધ્યક્ષસ્થાને બેઠેલા હરિવંશ તરફ ફેંકી હતી રૂલ બુક

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">