AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanpur Violence: કાનપુર હિંસામાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ, 100થી વધુ આરોપીઓની ઓળખ કરાઈ, ઘટનાની વધુ તપાસ SIT કરશે

કાનપુર પોલીસ કમિશનર (kanpur Police Commissioner) વિજય સિંહ મીનાએ જણાવ્યું હતું કે ઘટનાની યોગ્ય રીતે તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. તેણે કહ્યું કે પીએફઆઈ સાથે તેની કોઈ કડી છે કે કેમ તેની અમે તપાસ કરીશું

Kanpur Violence: કાનપુર હિંસામાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ, 100થી વધુ આરોપીઓની ઓળખ કરાઈ, ઘટનાની વધુ તપાસ SIT કરશે
Five more accused arrested in Kanpur violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 7:13 AM
Share

Kanpur Violence: કાનપુર હિંસા(Kanpur Violence)ના સંબંધમાં પોલીસે રવિવારે અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. કાનપુર પોલીસ કમિશનરે(kanpur Police Commissioner) આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુખ્ય આરોપી હયાત ઝફર હાશ્મી સહિત ધરપકડ કરાયેલા લોકોને રવિવારે સ્પેશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ(kanpur Special Magistrate Court)માં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) પ્રમોદ કુમારે જણાવ્યું કે આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવા માટે સોમવારે કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવશે. તેમણે કહ્યું કે રવિવારે અન્ય પાંચ આરોપીઓની ધરપકડ સાથે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 29 થઈ ગઈ છે, જ્યારે 100થી વધુ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. 

અધિક પોલીસ મહાનિર્દેશકએ કાનપુરની મુલાકાત લીધી

કાનપુર પોલીસ કમિશનર વિજય સિંહ મીનાએ જણાવ્યું હતું કે ઘટનાની યોગ્ય રીતે તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ‘અમે તપાસ કરીશું કે પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) સાથે તેની કોઈ કડી છે કે કેમ જેણે એક જ દિવસે મણિપુર અને પશ્ચિમ બંગાળને બંધ રાખવાનું એલાન આપ્યું હતું. દક્ષિણ) સંજીવ ત્યાગી કરશે કે જેમને અધિક પોલીસ કમિશનર (પશ્ચિમ) બ્રજેશ શ્રીવાસ્તવ, મદદનીશ પોલીસ કમિશનર (અનવરગંજ) અકમલ ખાન અને કર્નલગંજના ત્રિપુરારી પાંડે મદદ કરશે. તેણે કહ્યું કે તેની સાથે એક પોલીસ ઈન્સ્પેક્ટર અને બે સબ ઈન્સ્પેક્ટર તેની મદદ કરશે. ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ના એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ નવીન અરોરાએ પણ રવિવારે કાનપુરની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસ કરી રહેલી પોલીસ ટીમો સાથે વાતચીત કરી હતી. 

લખનઉમાંથી મુખ્ય આરોપીની ધરપકડ

કાનપુર પોલીસ કમિશનરે કહ્યું કે તેમના સંપર્કો અને સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. મીનાએ કહ્યું કે એસઆઈટીને સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરનારાઓની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ઝફર હયાત હાશ્મીના પરિસરમાં સર્ચ દરમિયાન સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI) અને કેમ્પસ ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (CFI) સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે મૌલાના મોહમ્મદ અલી (એમએમએ) જૌહર ફેન્સ એસોસિએશનના પ્રમુખ હયાત ઝફર હાશ્મી, જાવેદ અહેમદ ખાન, મોહમ્મદ રાહિલ અને મોહમ્મદ સુફિયાન સહિત ધરપકડ કરાયેલા લોકો પાસેથી છ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેમની શનિવારે લખનૌ હઝરતગંજથી ધરપકડ કરવામાં આવી હતી. 

મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા સ્ક્રુટિની

પોલીસ કમિશનર મીનાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સંપૂર્ણ વૈજ્ઞાનિક આધાર પર પુરાવા એકત્ર કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. કાનપુરમાં હિંસા અને પથ્થરમારાના એક દિવસ પછી પોલીસે શનિવારે 500 થી વધુ લોકો સામે કેસ નોંધ્યા હતા, જેમાં 40 લોકો ઘાયલ થયા હતા.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">