જેપી નડ્ડાના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યુ- લોકશાહીમાં તેના માટે કોઈ સ્થાન નથી જેઓ તેમાં વિશ્વાસ રાખતા નથી

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 1:08 PM

રાહુલ પર યુએસ અને યુરોપિયન દેશો જેવી વિદેશી શક્તિઓને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ આજે માનસિક નાદારીથી પીડિત છે. બીજેપી અધ્યક્ષે કહ્યું, રાહુલ ગાંધીએ લોકશાહીની તમામ હદો વટાવી દીધી છે. તેમણે કહ્યું, તેઓ (રાહુલ ગાંધી) કેવા પ્રકારના નિવેદનો આપે છે.

જેપી નડ્ડાના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યુ- લોકશાહીમાં તેના માટે કોઈ સ્થાન નથી જેઓ તેમાં વિશ્વાસ રાખતા નથી

ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર લોકશાહીની તમામ મર્યાદાઓ પાર કરવાનો આરોપ મૂક્યો હતો. નડ્ડાએ ચેન્નાઈમાં ભારતીય જનતા યુવા મોરચાની ‘રાષ્ટ્રીય યુવા સંસદ’નું ઉદ્ઘાટન કર્યા પછી વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું, “જે લોકો લોકશાહીમાં વિશ્વાસ નથી કરતા, તેમના માટે લોકશાહીમાં કોઈ સ્થાન નથી.”

કોંગ્રેસ આજે માનસિક નાદારીથી પીડિત છે: જેપી નડ્ડા

રાહુલ પર યુએસ અને યુરોપિયન દેશો જેવી વિદેશી શક્તિઓને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ આજે માનસિક નાદારીથી પીડિત છે. બીજેપી અધ્યક્ષે કહ્યું, રાહુલ ગાંધીએ લોકશાહીની તમામ હદો વટાવી દીધી છે. તેમણે કહ્યું, તેઓ (રાહુલ ગાંધી) કેવા પ્રકારના નિવેદનો આપે છે. ભારતના લોકો તેમની વાત સાંભળતા નથી, તેઓ તેમને સહન કરે છે.

કોંગ્રેસે ભાજપના આરોપને ફગાવી દીધો છે

જેપી નડ્ડાએ કહ્યું, રાહુલ ગાંધીએ ભારતના લોકતાંત્રિક મૂલ્યો વિશે તેમની શરમજનક ટિપ્પણીઓ દ્વારા ન માત્ર દેશનું અપમાન કર્યું છે, પરંતુ અન્ય દેશોને પણ આપણા દેશમાં દખલ કરવાનું આમંત્રણ આપ્યું છે. જો કે કોંગ્રેસે ભાજપના આરોપને ફગાવી દીધો છે. રાહુલે યુકેમાં પોતાની ટિપ્પણી પર શાસક પક્ષના સભ્યોની ટીકાનો જવાબ આપવા માટે સંસદમાં બોલવાની પરવાનગી માંગી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ભાજપ અદાણી જૂથ સાથે સંબંધિત મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે રાહુલ ગાંધીની ટિપ્પણીનો ખોટું અર્થઘટન કરી રહી છે.

રાહુલ ગાંધીની ચીન પરની ટિપ્પણી રાજકીય રીતે પ્રેરિત: એસ જયશંકર

આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીની ચીન પર કરેલી ટિપ્પણી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને ચીનના વખાણ કર્યા અને ભારતને નીચા બતાવવાનો પ્રયાસ કર્યો. કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીની ચીન પરની ટિપ્પણીઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા તેમણે કહ્યું કે એક ભારતીય તરીકે જ્યારે કોઈ ભારતને નકારતા ચીનના વખાણ કરે છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થાય છે.

જયશંકરે કહ્યું, જ્યારે રાહુલ ગાંધી ચીન વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે તમે જાણો છો, તેમના મગજમાં કયો એક શબ્દ આવ્યો?- હાર્મની. ચીનના વખાણ કરતા તેઓ કહેતા હતા કે કેવી રીતે ચીન સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે અને આ સત્ય પણ છે. પરંતુ જ્યારે ભારતમાં ઉત્પાદનની વાત આવે છે, ત્યારે તેઓએ તેને દરેક સંભવિત રીતે ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા સફળ નથી થયું.

ઈનપુટ – પીટીઆઈ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati