Forex Reserve : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 10 અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન?

ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી વિદેશી ચલણ અસ્કયામતોમાં મોંઘવારીની અસરો અથવા યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીના અવમૂલ્યનનો સમાવેશ થાય છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાનો ભંડાર 1.522 અબજ ડોલર વધીને 43.842 અબજ ડોલર થયો છે.

Forex Reserve : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 10 અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન?
India Foreign Exchange Reserves
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 9:15 AM

11 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves) 9.646 અબજ ડોલર ઘટીને 622.275 અબજ ડોલર થયું હતું.આ માહિતી શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India) એ આપી હતી. અગાઉ 4 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 39.4 કરોડ ડોલર વધીને 631.92 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. અગાઉ 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 642.453 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો.શુક્રવારે જાહેર કરાયેલ આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો વિદેશી ચલણ અસ્કયામતો(Foreign Currency Assets)માં ઘટાડાને કારણે થયો હતો જે કુલ વિદેશી વિનિમય અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

11મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં FCA 11.108 અબજ ડોલર ઘટીને 554.359 અબજ ડોલર થયું હતું. ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી વિદેશી ચલણ અસ્કયામતોમાં મોંઘવારીની અસરો અથવા યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીના અવમૂલ્યનનો સમાવેશ થાય છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાનો ભંડાર 1.522 અબજ ડોલર વધીને 43.842 અબજ ડોલર થયો છે.

IMFમાં જમા કરાયેલ SDRsમાં ઘટાડો

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 5. 53 કરોડ ડોલર ઘટીને 18.928 અબજ ડોલર થઈ ગયા છે. દેશનું IMF અનામત 70 લાખ ડોલર ઘટીને 5.146 અબજ ડોલર થયું છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

આયાત માટે ડોલર અનામત જરૂરી

ભારત તેની જરૂરિયાતના 85% તેલની આયાત કરે છે. આ અઠવાડિયે ક્રૂડ ઓઈલ 108 ડૉલર પર બંધ થયું છે. આ કિસ્સામાં વિદેશી વિનિમય અનામત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય જવાબદારીઓને પહોંચી વળવા માટે ડોલર અનામત જરૂરી છે. આયાત માટે ચૂકવણી આ અનામતમાંથી કરવામાં આવે છે. જો વિદેશી મુદ્રા ભંડાર મજબૂત હશે તો વિદેશી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત રહેશે. આ એફડીઆઈને મજબૂત રાખે છે. ભારતીય અર્થતંત્ર માટે FDI ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચલણની મજબૂતી માટે ડૉલર અનામત જરૂરી છે

ભારતીય રિઝર્વ બેંક પણ ચલણને મજબૂત કરવા માટે ડોલરના અનામતનો ઉપયોગ કરે છે. જો રૂપિયામાં ઘટાડો થાય છે તો તે ડોલરના ભંડારને વેચે છે. જે રૂપિયાને મજબૂત બનાવે છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડતો જાય તો ચિંતા વધે છે. આ સપ્તાહે અમેરિકી ડોલર સામે રૂપિયો 41 પૈસા વધીને 75.80 પર બંધ થયો હતો.

આ પણ વાંચો : કઈ બેંક બચત ખાતા પર સૌથી વ્યાજ આપે છે? જુઓ SBI, HDFC, ICICI, Axis અને PNB ના વ્યાજદરોની તુલના

આ પણ વાંચો : IPO વેલ્યુએશનને લઈ SEBI અપનાવી શકે છે કડક વલણ, તાજેતરના ફ્લોપ IPO થી સબક લઈ કડક બનાવાશે નિયમ

g clip-path="url(#clip0_868_265)">