Jammu Kashmir: અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શામ સોફીને ઠાર કરાયો
Avantipora Encounter: આ એન્કાઉન્ટર ત્રાલના તિલવાની મોહલ્લામાં શરૂ થયું છે. પોલીસે માહિતી આપી છે કે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે.
જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો કરવામાં રોકાયેલા સુરક્ષા દળોએ બુધવારે વધુ એક સફળતા હાંસલ કરી છે. અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં ચાલેલા એન્કાઉન્ટર બાદ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શામ સોફીને ઠાર કરવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપી એ, જૈશના આ આતંકીની ઓળખ અંગે ખુલાસો કર્યો છે. આ એન્કાઉન્ટર ત્રાલના તિલવાની વિસ્તારમાં શરૂ થયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ અને સુરક્ષા દળોને આ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ. જો કે, સુરક્ષા દળોએ આ મામલે નોંધપાત્ર સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, આતંકીઓ રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં છુપાયેલા છે. સુરક્ષા દળોએ તેની આસપાસનો સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો છે.
બગાઈના જંગલોમાં સર્ચ ઓપરેશન આ સિવાય, સુરક્ષા દળોએ પૂંચના રાજૌરી વિસ્તારમાં બગાઈના જંગલોમાં પણ છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પૂંચ વિસ્તારમાં જ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં જેસીઓ સહિત પાંચ જવાન શહીદ થયા હતા. ત્યારથી, સુરક્ષા દળો આતંકવાદીઓની કડીઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શોપિયાંમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા મંગળવારે, સુરક્ષા દળોએ શોપિયાંમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઇમામ સાહિબ વિસ્તારના તુલરાન ગામમાં મંગળવારે સાંજ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય ફિરીપોરા વિસ્તારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
કાશ્મીરના આઈજી વિજય કુમારે સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર ખીણપ્રદેશમાં આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવશે અને કાર્યવાહી જલદી અટકવાની નથી. એક દિવસ પહેલા કાશ્મીરના આઈજીએ કહ્યું હતું કે અમે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ રાખીશું. તાજેતરના દિવસોમાં આતંકવાદીઓએ નાગરિકોને નિશાન બનાવ્યા છે અને સાત લોકોની હત્યા કરી છે. આ પછી અમે વળતી કાર્યવાહી શરૂ કરી છે. શ્રીનગર, અનંતનાગ સહિત અનેક ક્ષેત્રોમાં અમને સફળતા મળી છે.
આતંકવાદીઓનો 90 ના દાયકાને પાછો લાવવાનો પ્રયાસ ખરેખર આતંકવાદીઓ કાશ્મીરમાં 1990નો યુગ પાછો લાવવા માગે છે. આ કારણોસર શીખ, કાશ્મીરી પંડિતો સહિત બિન-મુસ્લિમોમાં ભય પેદા કરવા માટે, કાશ્મીરના લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જેથી લોકોમાં ભય અને તણાવ ઉભો થાય.
આ પણ વાંચોઃ Aryan Drug Case : આર્યનની મુશ્કેલીમાં વધારો, NCB એ પેડલર્સ સાથે આર્યનનું કનેક્શન હોવાનો કોર્ટમાં કર્યો દાવો
આ પણ વાંચોઃ T20 World Cup 2021 : ટીમ ઇન્ડિયા નવી જર્સી પહેરી વર્લ્ડ કપ મેચ રમશે, નવી જર્સીના જુઓ ફોટો