Aryan Drug Case : આર્યનની મુશ્કેલીમાં વધારો, NCB એ પેડલર્સ સાથે આર્યનનું કનેક્શન હોવાનો કોર્ટમાં કર્યો દાવો

બુધવારે આર્યનની જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હાલ મળતી માહિતી મુજબ NCBએ આ ડ્રગ્સ કેસમાં અરબાજ મર્ચન્ટ સાથે આર્યનનું પણ ડ્રગ્સ ખરીદવા અંગે કનેક્શન હોવાનુ કોર્ટમાં જણાવ્યુ છે.

Aryan Drug Case : આર્યનની મુશ્કેલીમાં વધારો, NCB એ પેડલર્સ સાથે આર્યનનું કનેક્શન હોવાનો કોર્ટમાં કર્યો દાવો
Aryan khan drugs case

Aryan Drug Case : શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી અંગે આજે કોર્ટમાં સુનાવણી થવાની છે પરંતુ એનસીબી હજુ પણ જામીનનો વિરોધ કરતી જોવા મળી રહી છે. સુનાવણી પહેલા કોર્ટમાં NCB દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબને કારણે આર્યન ખાનની સમસ્યાઓ વધી રહી હોય તેવું લાગી રહ્યુ છે. NCB એ(Narcotics Control Bureau)  કોર્ટમાં જણાવ્યુ કે, આ કેસમાં આરોપી આર્યનની ભૂમિકા અન્ય આરોપી અરબાઝ મર્ચન્ટથી અલગ કરીને સમજી શકાતી નથી. આર્યન પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ નથી મળ્યા, પરંતુ તે પેડલરના સંપર્કમાં હતો અને ખરીદી માટેના વ્યવહારમાં પણ તે સામેલ હતો.

આર્યનનું પેડલર સાથે કનેક્શન છે :  NCB 

NCB એ કોર્ટમાં સ્પષ્ટપણે કહ્યું કે, આર્યન પેડલરના સંપર્કમાં હતો અને આ એક મોટી સાજીસ છે જેની તપાસ કરવાની જરૂર છે. આર્યન ખાન મર્ચન્ટ પાસેથી મળી આવેલા ડ્રગ્સની (Drugs) ખરીદીમાં પણ સામેલ હતો. આ સિવાય આરોપીઓ વિદેશમાં ડ્રગ્સ લેવડદેવડમાં સંડોવાયેલા હોવાના પુરાવા પણ મળ્યા છે, તેથી આ બાબતની તપાસ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, વિદેશમાં ડ્રગ્સ વ્યવહારો અંગે હાલ NCB તપાસ કરી રહી છે.

NCB એ આર્યન અને અન્ય આરોપીઓ પર ગંભીર આરોપો લગાવ્યા

NCBની તપાસમાં જાણવા મળ્યું છે કે, આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ બંને ક્રૂઝ (Cruise Party) પર સાથે પહોંચ્યા હતા.આ અંગે એનસીબીએ કહ્યું કે, આર્યન ખાને માત્ર અરબાઝ મર્ચન્ટ પાસેથી ડ્રગ્સ ખરીદ્યુ નથી પરંતુ તેનું વિતરણ પણ કર્યું છે. આર્યન ખાન અરબાઝ મર્ચન્ટ પાસેથી ડ્રગ્સ લેતો હતો, તેથી આ બંને પર NDPS ની કલમ 29 પણ લાદવામાં આવે તેવી કોર્ટમાં રજુઆત કરી છે.

NCB ને મળ્યા પુરાવા

તપાસ દરમિયાન, એનસીબીને કેટલાક પુરાવા મળ્યા છે જેમાં સામે આવ્યું છે કે, આર્યન ખાન ડ્રગ્સ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ નેટવર્ક સાથે સંપર્કમાં હતો. આ મામલે NCB તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે અચિત કુમાર નામનો આરોપી આર્યન ખાનને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એનસીબીએ અચિત કુમાર પાસેથી 2.6 ગ્રામ ગાંજો પણ જપ્ત કર્યો છે. NCB એ શિવરાજ હરિજન પાસેથી 62 ગ્રામ ચરસ જપ્ત કર્યુ છે.

 

આ પણ વાંચો : શું સમીર વાનખેડેની જાસૂસી કરવામાં આવી રહી છે ? ગૃહમંત્રી પાટીલે જાસૂસી અંગે આપી સફાઈ

આ પણ વાંચો : Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati