Jammu and Kashmir: રેલવેને મળી વધુ એક ટનલ જોડવામાં સફળતા, દેશના અન્ય ભાગો સાથે વધશે કનેક્ટિવિટી

કટરા અને બનિહાલ વચ્ચેની 110 કિલોમીટર લાંબી રેલ્વે લાઈનમાં કાશ્મીર રેલ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે અને આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે.

Jammu and Kashmir: રેલવેને મળી વધુ એક ટનલ જોડવામાં સફળતા, દેશના અન્ય ભાગો સાથે વધશે કનેક્ટિવિટી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 10:58 PM

ઉત્તર રેલ્વે (Northern Railway) રવિવારે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના રામબનમાં બનિહાલ નજીક બાંકોટ ખાતે વધુ એક ટનલને જોડવામાં સફળતા મળી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ટનલના જોડાણ સાથે ઈરકોન ઈન્ટરનેશનલ લિમિટેડે (Ircon International Limited) બનિહાલ અને ખારી સેક્ટર વચ્ચે રેલવે ટનલના ખોદકામનું મોટા ભાગનું કામ પૂર્ણ કરી લીધું છે.

કટરા અને બનિહાલ વચ્ચેની 110 કિલોમીટર લાંબી રેલ્વે લાઈનમાં કાશ્મીર રેલ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે અને આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ પ્રોજેક્ટ કાશ્મીર અને દેશના બાકીના ભાગો વચ્ચે કનેક્ટિવિટી માટે 272-km-લાંબી ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ્વે લાઈનનો એક ભાગ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે “બાણકોટમાં લગભગ બે કિમી લાંબો ટનલ પ્રોજેક્ટ 300 કરોડ રૂપિયાના ખર્ચે બે ભાગમાં બનાવવામાં આવી રહ્યો છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

આગામી બે વર્ષમાં શરૂ થવાની ધારણા છે

રામબનના એડિશનલ ડેપ્યુટી કમિશનર હરબંસ લાલ શર્માએ જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેએ કટરા-બનિહાલ રેલ્વે લિંકના બનિહાલ અને ખારી સેક્ટર વચ્ચેના બીજા પડકારને પાર કર્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ટ્રેનની મુસાફરી આગામી બે વર્ષમાં શરૂ થવાની સંભાવના છે અને આ સમયમર્યાદા હાંસલ કરવા માટે રામબન ખાતે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ઝોજિલા ટનલ પૂર્ણ થવાનો વાસ્તવિક સમય 2026 છે. પરંતુ ગડકરીએ તેને ત્રણ વર્ષ અગાઉ પૂર્ણ કરવાનું કહ્યું છે. 14.4 કિમી લાંબી ઝોજિલા ટનલ દેશના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંની એક છે. તે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સૌથી મોટી ટનલ છે. ઝોજિલા ટનલ શરૂ થયા પછી શ્રીનગરથી દ્રાસ, કારગિલ અને લેહ જવા માટે આખું વર્ષ રસ્તો ખુલ્લો રહેશે. હાલમાં હિમવર્ષાના કારણે આ ભાગ વર્ષમાં છ મહિના શ્રીનગરથી કપાયેલો રહે છે. આ ટનલ બની ગયા બાદ લદ્દાખથી બાલતાલની યાત્રા 15 મિનિટમાં પૂરી થઈ જશે. હાલમાં આ યાત્રા સાડા ત્રણ કલાકમાં પૂર્ણ થાય છે.

અન્ય ઘણી જગ્યાએ ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે

જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ ટનલ બનાવવામાં આવી રહી છે. લંબાઈ પર નજર કરીએ તો આ કેન્દ્રશાસિત પ્રદેશમાં 32 કિલોમીટરના ભાગમાં ટનલ બનાવવામાં આવી રહી છે. તે જ સમયે, લદ્દાખમાં 20 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે. એટલે કે આગામી સમયમાં કુલ 52 કિમીનો ટનલ રોડ તૈયાર થઈ જશે. આ સિવાય જમ્મુ-કાશ્મીરને અલગ-અલગ ભાગો સાથે જોડવા માટે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :  Omicrone Varient: વરિષ્ઠ રેડિયોલોજીસ્ટે કહ્યું ”ડર કરતાં વધુ સાવચેત રહેવાની જરૂર છે, હળવા લક્ષણોમાં HRCT ટેસ્ટ જરૂરી નહીં”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">