AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicrone Varient: વરિષ્ઠ રેડિયોલોજીસ્ટે કહ્યું ”ડર કરતાં વધુ સાવચેત રહેવાની જરૂર છે, હળવા લક્ષણોમાં HRCT ટેસ્ટ જરૂરી નહીં”

વરિષ્ઠ રેડિયોલોજીસ્ટ ડૉ. સંદીપ શર્માએ કહ્યું કે કોવિડના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટર પાસે જાઓ. તેમણે કહ્યું કે લોકોએ જાતે જ અનુમાનના આધારે કોઈ દવા ન લેવી જોઈએ''

Omicrone Varient: વરિષ્ઠ રેડિયોલોજીસ્ટે કહ્યું ''ડર કરતાં વધુ સાવચેત રહેવાની જરૂર છે, હળવા લક્ષણોમાં HRCT ટેસ્ટ જરૂરી નહીં''
Symbolic Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 7:38 PM
Share

દેશમાં નવા ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant)ની એન્ટ્રીથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. કોરોના (Corona)ની બીજી લહેર દરમિયાન એવું જાણવા મળ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ (Infected patients)ના ફેફસાં ખરાબ રીતે પ્રભાવિત થાય છે. ત્યારે નવો વેરિઅન્ટ આવતા મોટો પ્રશ્ન એ છે કે શું તે પહેલાની જેમ ફેફસાંને અસર કરશે. વરિષ્ઠ રેડિયોલોજિસ્ટ (Radiologist) ડૉ. સંદીપ શર્માએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી જે ઓમિક્રોન જોવા મળી રહ્યો છે, તેની ફેફસાં પર એટલી ખરાબ અસર જોવા મળી નથી.

HRCT ટેસ્ટ ટાળવાની જરૂર

કોરોનાની બીજી લહેરમાં એવું જોવામાં આવ્યું કે મોટી સંખ્યામાં આરટીપીસીઆર ટેસ્ટમાં પણ દર્દીને કોવિડ છે કે નહીં તે જાણવા મળતુ ન હતુ. આવી સ્થિતિમાં HRCT ટેસ્ટ દ્વારા દર્દીને કોવિડ છે કે નહીં તે જાણી શકાતુ હતુ. જો કે ડો.સંદીપ શર્માએ જણાવ્યું હતું કે હાલમાં જે પ્રકારની નવી વેરિઅન્ટ સિસ્ટમ છે, તેમાં કોઈપણ પ્રકારની HRCT ટેસ્ટ ટાળવાની જરૂર છે.

હળવી સિસ્ટમમાં HRCT ટેસ્ટ જરૂરી નથી

ડૉ. સંદીપ શર્માએ કહ્યું કે જો કોરોનાનો કોઈ પ્રકાર આવે છે અને કેસ હળવો છે તો HRCT ટેસ્ટની જરૂર નથી. જો તમને તાવ આવે છે તો તમારા ડૉક્ટર છાતીનો એક્સ-રે જોઈને જ કહી શકે છે કે રોગની સ્થિતિ શું છે, આવી સ્થિતિમાં HRCT ટેસ્ટ કરાવવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે શક્ય છે કે આવનારા દિવસોમાં જો વાયરસ વધુ મ્યુટેશન કરે અને તેનું સ્વરૂપ બદલી નાખે તો એ જોવાનું રહેશે કે બદલાયેલા મ્યુટેશનમાં વાયરસ કેટલો ખતરનાક છે.

સમયસર ડૉક્ટર પાસે જાઓ

ડૉક્ટર સંદીપ શર્માએ કહ્યું કે કોવિડના પ્રોટોકોલનું પાલન કરો. જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટર પાસે જાઓ. તેમણે કહ્યું કે લોકોએ અનુમાન પ્રમાણે જાતે કોઈ દવા ન લેવી જોઈએ. અત્યાર સુધી દેશમાં એવી કોઈ સ્થિતિ નથી આવી, જેમાં દર્દીને HRCTC ટેસ્ટની જરૂર હોવાનું જાણવા મળે. આવી સ્થિતિમાં ડરવા કરતાં વધુ સતર્ક રહેવું જરૂરી છે.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">