ભારતમાં બૂસ્ટર ડોઝ તરીકે ઈન્ટ્રાનેઝલ કોવિડ વેક્સિન આગામી મહિનાથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે ઈન્ટ્રાનેઝલ વેક્સિન બનાવી છે. જેને તાજેત્તરામાં જ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ એપ્રુવલ આપી હતી. ઈન્ટ્રનેઝલ વેક્સિનનું બાયોલોજિકલ નામ iNCOVACC (BBV154) છે. આ ભારતની પ્રથમ ઈન્ટ્રનેઝલ વેક્સિન છે. ખાસ વાત એ છે કે આ વેક્સિનની કિંમત ઓછી રાખવામાં આવી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વેક્સિન આગામી મહિનાથી પ્રાઈવેટ સંસ્થાઓમાં હાજર થશે અને 18 વર્ષથી ઉપરના લોકો તેને લઈ શકે છે. ઈન્ટ્રાનેઝલ વેક્સિન માત્ર તે લોકો માટે છે, જેને કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લીધા છે. એવું કહેવાય છે કે રસીકરણની દ્રષ્ટિએ નેઝલ રૂટ વેક્સિનેશનના કિસ્સામાં સૌથી અસરકારક છે. આ વેક્સિન આગામી મહિનાથી કોવિન એપ પર પણ ઉપલબ્ધ થશે.
મીડિયા રિપોર્ટ મુજબ નેઝલ વેક્સિન iNCOVACC હાલ કોવિન એપ પર ઉપલબ્ધ નથી. ગયા મહિને કેન્દ્રીય ડ્રગ રેગ્યુલેટરે ભારત બાયોટેકને આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. આ વેક્સિનની કિંમત પ્રાઈવેટ સંસ્થાઓમાં 900 રૂપિયા પ્રતિ ડોઝ હોઈ શકે છે. ત્યારે ભારત બાયોટેક મુજબ જો વેક્સિનની સપ્લાય કેન્દ્ર અથવા રાજ્ય સરકારને કરવામાં આવે છે તો તેની કિંમત 325 રૂપિયા પ્રતિ ડોઝ રહી શકે છે.
આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલ ખાતે બ્લેડર એસ્ટ્રોફી સર્જરીનો અભ્યાસ કરવા આવ્યા વિદેશી ડોક્ટર્સ
iNCOVACC એક અડેનોવાયરસ વેક્ટર્ડ વેક્સિન છે, જેના ત્રણે ક્લિનિકલ ટ્રાયલ સફળ રહ્યા છે. ઈન્ટ્રાનેઝલનો મતબલ છે કે આ વેક્સિનને નેઝલ રૂટ દ્વારા આપવામાં આવશે, જે ડ્રોપલેટના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરશે અને કોરોના વાઈરસ સામે લડવામાં વધુ કારગર સાબિત થશે. આ વેક્સિનને ખાસ રીતે ઓછી આવકવાળા દેશો માટે બનાવવામાં આવી છે. નીડલ ફ્રી વેક્સિન હોવાના કારણે ભારત બાયોટેકની iNCOVACC એ ભારતનો પ્રથમ બૂસ્ટર ડોઝ છે.
આજથી લગભગ એક મહિના પહેલાની વાત હતી. ચીનમાં, કોરોના વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી હતી અને મૃત્યુ થઈ રહ્યા હતા. ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ BF.7ને કારણે ચીનમાં પરિસ્થિતિ વધુ વણસી. ચીનમાં હજુ પણ સ્થિતિ બરાબર નથી. કોરોના વાયરસના જોખમને જોતા, ભારતમાં ટૂંક સમયમાં નવી લહેર આવવાની સંભાવના હતી. તે દરમિયાન કેટલાક નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે આગામી 30 થી 35 દિવસમાં ભારતમાં પણ કોવિડના કેસ વધી શકે છે.