AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INS Ranvir Explosion: મોટો ખુલાસો! એસી કમ્પાર્ટમેન્ટમાં ગેસ લીક થવાના કારણે થયો હતો યુદ્ધજહાજમાં વિસ્ફોટ

આ વિસ્ફોટ એસી કમ્પાર્ટમેન્ટમાં ગેસ લીક થવાના કારણે થયો હતો. વિસ્ફોટના સમયે આંતરિક ડબ્બામાં કોઈ હાજર નહતું. ત્રણ ખલાસીઓ જેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો તે ડબ્બાની ઉપરના ફ્લોર પર હતા.

INS Ranvir Explosion: મોટો ખુલાસો! એસી કમ્પાર્ટમેન્ટમાં ગેસ લીક થવાના કારણે થયો હતો યુદ્ધજહાજમાં વિસ્ફોટ
INS Ranvir Explosion (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 4:34 PM
Share

ભારતીય નૌકાદળ (Indian Navy)ના યુદ્ધ જહાજ INS રણવીર (INS Ranvir)ના આંતરિક કમ્પાર્ટમેન્ટમાં મંગળવારે થયેલા વિસ્ફોટમાં નૌકાદળના 3 જવાનોએ જીવ ગુમાવ્યો, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. સીએનએન ન્યૂઝ 18 દ્વારા મળતી જાણકારી મુજબ આ વિસ્ફોટ એસી કમ્પાર્ટમેન્ટમાં ગેસ લીક થવાના કારણે થયો હતો. વિસ્ફોટના સમયે આંતરિક ડબ્બામાં કોઈ હાજર નહતું. ત્રણ ખલાસીઓ જેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો તે ડબ્બાની ઉપરના ફ્લોર પર હતા. સુત્રોએ કહ્યું કે વિસ્ફોટને કારણે ઘણો કાટમાળ પડી ગયો હતો અને ડેક પરના ત્રણ ખલાસીઓ તેની નીચે ફસાઈ ગયા હતા.

સુત્રોએ CNN ન્યૂઝ 18ને જણાવ્યું કે વિસ્ફોટનો દારૂગોળા સાથે કોઈ સંબંધ નથી. આઈએનએસ રણવીર અહીં લાંબા સમયથી હતું, કારણ કે તે ઈસ્ટર્ન નેવલ કમાન્ડ તરફથી સીમા પાર ઓપરેશનલ તૈનાતી માટે આવ્યું હતું. વિસ્ફોટ બાદ કેટલાક લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરતા દોડતા જમીન પર પડી ગયા હતા. કેટલાકને નાની-મોટી ઈજાઓ પણ થઈ છે.

ઘટના ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ

ત્યારે એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે અમે ઘટનાને નજીકથી જોઈ રહ્યા છીએ, એક યુદ્ધ જહાજ પર ઘણા ઓપરેશનલ મુદ્દાઓ હોય છે. એર કન્ડીશનીંગ ગેસ, દારૂગોળો અને પાણી સપ્લાય કરતી કેટલીક લાઈનો જહાજની સમાંતર ચાલે છે. અન્ય વાહનોથી વિપરીત, યુદ્ધ જહાજો ઓપરેશન દરમિયાન બંધ કરી શકાતા નથી. અમે આ તમામ ઓપરેશનલ બાબતોને જોઈ રહ્યા છીએ. ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

INS રણવીરને 1986માં નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું

INS રણવીરને ટૂંક સમયમાં જ પૂર્વીય નૌકાદળ કમાન્ડમાં પરત ફરવાનું હતું. ભારતીય નૌકાદળ તરફથી જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ માટે એક બોર્ડ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે INS રણવીર એક યુદ્ધ જહાજ છે અને તે ભારતીય નૌકાદળના રાજપૂત વર્ગના 5 વિનાશક જહાજોમાંથી ચોથું છે. તેને ઓક્ટોબર 1986માં નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Cabinet Decisions: સરકારે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 3 વર્ષ માટે વધાર્યો, રિન્યુએબલ એનર્જી માટે કરી આ જાહેરાત

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓના પુરસ્કાર કરતા સત્તાધીશોની કોટિ મોંઘી!

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">