સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓના પુરસ્કાર કરતા સત્તાધીશોની કોટિ મોંઘી!

પદવીદાન માટે કુલપતિ,ઉપકુલપતિ અને રજીસ્ટ્રાર સહિત એકેડેમિક કાઉન્સિલના સભ્યો માટે યુનિવર્સિટીના ખર્ચે ડ્રેસ તૈયાર કરાવશે. ગોલ્ડ મેડલિસ્ટમાં 1500 રૂપિયા રોકડ ઇનામ મળશે જ્યારે સત્તાધિશોની કોટી 2600 રૂપિયામાં તૈયાર થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓના પુરસ્કાર કરતા સત્તાધીશોની કોટિ મોંઘી!
symbolic image
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 19, 2022 | 4:50 PM

રાજકોટ (Rajkot) ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદની યુનિવર્સિટી બની ગઇ છે,બાબત કોઇપણ હોય પરંતુ તેના નિર્ણયો વિવાદનું કારણ બની જાય છે આ વખતે વિવાદ છે યુનિવર્સિટીના પદવીદાન સમારોહ (graduation ceremony) માં 1 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 108 વિદ્યાર્થીઓને 127 ગોલ્ડ મેડલ આપવાના છે,આ ગોલ્ડ મેડલ વિજેતા ઉમેદવારને 1500 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે જો કે નવાઇની વાત એ છે કે ગોલ્ડ મેડલ વિજેતા ઉમેદવારને 1500 રૂપિયા જ્યારે આ પુરસ્કાર આપનાર યુનિવર્સિટીના સત્તાધીશો માટે 2600 રૂપિયાની કોટિના ઓર્ડર આપવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા કુલપતિ, ઉપકુલપતિ, રજીસ્ટ્રાર, સિન્ડીકેટ સભ્યો અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો મળીને કુલ ૩૫થી વધુ કોટી આપવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે,સવાલ એ વાતનો થઇ રહ્યો છે કે ગોલ્ડમેડલ (Gold Medal) વિજેતા ઉમેદવારનું રોકડ પુરસ્કાર એક કોટિની કિંમત કરતા પણ ઓછું કઇ રીતે હોઇ શકે.યુનિવર્સિટી આવા ખર્ચાઓ કરી શકતી હોય તો હોશિયાર વિધાર્થીઓને રકમ આપીને શું તેની મજાક કરી રહી છે.

કાર્યક્રમ ગરીમાપૂર્ણ લાગે માટે ડ્રેસકોડ રાખ્યો છે-ઉપકુલપતિ

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિએ કહ્યું હતું કે કાર્યક્રમ ગરીમા પૂર્ણ લાગે તે માટે આ વર્ષે ભારતીય કોટિનો ડ્રેસકોડ રાખવાનું નક્કી કરાયું છે.જો કે વિધાર્થીઓ (students) ના પુરસ્કારને લઇને ટિપ્પણી કરવાનું ટાળ્યુ હતું અને યુનિવર્સિટીનો નિયમ હોવાનું કહીને યુનિવર્સિટીના સત્તાધીશોનો બચાવ કર્યો હતો,

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

અલીબાબા 40 ચોરની ટોળકી કોટિમાં લાખોનું બિલ બનાવશે-કોંગ્રેસ

આ અંગે કોંગ્રેસના નેતા અને સિન્ડીકેટ સભ્ય ધરમ કાંબલિયાએ કહ્યું હતું કે શિક્ષણના ધામમાં જે લોકોએ ગોલ્ડમેડલ મેળવ્યો છે તેવા ઉમેદવારોને નવાઝવા જોઇએ, 2600 નહિ પરંતુ 26000 રૂપિયાની કોટિ આવા હોશિયાર વિધાર્થીઓને આપવાને બદલે અલીબાબા ચાલીસ ચોર જેવા શાસકોએ શરમ નેવે મૂકી દીધી છે અને કોટિના નામે લાખો રૂપિયાનું બિલ પણ ફાડી નાખશે.આ અંગે કોંગ્રેસ દ્રારા શિક્ષણ મંત્રી અને સચિવ દખલગીરી કરે તેવી પણ માંગ કરી છે.

આ પણ વાંચોઃ કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી: અત્યારે આવતા 60થી 70 ટકા કેસ ઓમિક્રોનના છે, સામાન્ય શરદી ખાંસી પણ કોરોના હોઈ શકે છે

આપણ વાંચોઃ  Rajkot: મહિલા કોન્સ્ટેબલે સિવિલ હોસ્પિટલમાં બ્રધરને લાફો માર્યો, હોસ્પિટલ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો

g clip-path="url(#clip0_868_265)">