AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોત સામેનો જંગ હારી માસુમ બાળકી, 8 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાંથી બહાર કઢાઈ, સારવાર દરમિયાન તોડ્યો દમ, જુઓ વીડિયો

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પિપલિયા રસોડા ગામે આવેલા 30 ફુટ ઉંડા બોલવેલમાં પાંચ વર્ષની માસૂમ બાળકી પડી ગઈ હતી. પાંચ વર્ષની માહિ, રાજગઢના રસોડા ગામે તેના મામાના ઘરે આવી હતી. દરમિયાન રમતા રમતા તે 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી.

મોત સામેનો જંગ હારી માસુમ બાળકી, 8 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાંથી બહાર કઢાઈ, સારવાર દરમિયાન તોડ્યો દમ, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2023 | 12:12 PM
Share

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક ગામે, રમતા રમતા 5 વર્ષની બાળકી બોરવેલમાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ રાજગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરત જ બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. લગભગ 8 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ 5 વર્ષની માસૂમ બાળકીને બોલવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં મંગળવારે 5 વર્ષની માસૂમ બાળકી 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. મંગળવારે રાત્રે પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે સતત 8 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 5 વર્ષની માસૂમ માહીને બચાવી લીધી હતી. બોરવેલમાંથી બચાવ્યા બાદ માહીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ માહીને ભોપાલ રીફર કરવામાં આવી હતી. ભોપાલમાં સારવાર દરમિયાન 5 વર્ષની માસૂમ માહીનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પિપલિયા રસોડા ગામે આવેલા 30 ફુટ ઉંડા બોલવેલમાં પાંચ વર્ષની માસૂમ બાળકી પડી ગઈ હતી. પાંચ વર્ષની માહિ, રાજગઢના રસોડા ગામે તેના મામાના ઘરે આવી હતી. દરમિયાન રમતા રમતા તે 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. સીએમ શિવરાજ ચૌહાણે પોતે આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી અને રાજગઢ જિલ્લા વહીવટીતંત્ર સાથે તેણે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો.

4 જેસીબી મશીન વડે કરાયું ખોદકામ

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે સાથે મળીને માસૂમ બાળકને બચાવવા માટે જેસીબી મશીન વડે ખોદકામ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે ખોદકામ માટે 4 જેસીબી મશીનો તૈનાત કર્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકીના મેડિકલ ચેકઅપ માટે ડોક્ટરની ટીમ અને એમ્બ્યુલન્સને પણ બનાવ સ્થળે બોલાવવામાં આવી હતી. સતત આઠ કલાક મોડી રાત સુધી ચાલેલા ઓપરેશન બાદ માસુમ માહીને 30 ફૂટ ઊંડા બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જો કે માહિની હાલત ખૂબ જ ખરાબ હતી. પ્રાથમિક સારવાર બાદ તેને ભોપાલ મોકલવામાં આવી હતી. જ્યાં તબીબો તેનો જીવ બચાવી શક્યા ન હતા.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ રેસ્ક્યુ ઓપરેશનની બિરદાવી કામગીરી

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટ કરીને, એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોની કામગીરીને બિરદાવી છે. તેમણે તાજેતરમાં જ ઉત્તરાખંડના સિલ્ક્યારા ટનલમાંથી બહાર કાઢેલા 41 કામદારો અને મધ્યપ્રદેશના રાજગઢના રસોડા ગામના બોરવેલમાંથી એક તબક્કે જીવંત બહાર કાઢેલ માસુમ બાળકીને લઈને બચાવ અને રાહત કામગીરીના વખાણ કર્યા હતા.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">