ઈન્દ્રાણી મુખર્જીના વકીલનું મોટું નિવેદન – કાશ્મીરમાં શીનાને મળ્યા હતા એક અધિકારી, CBI ને નિવેદન આપવા તૈયાર

ઈન્દ્રાણી મુખર્જીએ તાજેતરમાં સીબીઆઈ ડાયરેક્ટરને લખેલા પત્રમાં કહ્યું હતું કે તે જેલમાં એક મહિલાને મળી હતી, જેણે તેને કહ્યું હતું કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી.

ઈન્દ્રાણી મુખર્જીના વકીલનું મોટું નિવેદન - કાશ્મીરમાં શીનાને મળ્યા હતા એક અધિકારી, CBI ને નિવેદન આપવા તૈયાર
Indrani Mukerjea's lawyer (Photo: ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 4:24 PM

શીના બોરા મર્ડર કેસની (Sheena Bora Murder Case) મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ(Indrani Mukherjee) તાજેતરમાં દાવો કર્યો હતો કે તેની પુત્રી શીના બોરા જીવિત છે અને હાલમાં તે કાશ્મીરમાં છે. આ માટે ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ ડાયરેક્ટરને (CBI Director) પત્ર પણ લખ્યો હતો. હવે આ મામલામાં તેના વકીલ સના આર ખાનનું 9Lawyer Sana Khan)કહેવું છે કે તે સીબીઆઈની (CBI) નિષ્પક્ષ તપાસ માટે અરજી દાખલ કરશે.

વકીલ સના આર ખાને જણાવ્યું કે ઈન્દ્રાણી મુખર્જીએ તેને કહ્યું કે એક મહિલા અધિકારીએ તેને જાણ કરી હતી કે તે 24 જૂને દાલ લેક પાસે શીના બોરાને મળી હતી. વકીલે કહ્યું કે મહિલા અધિકારી સીબીઆઈ સમક્ષ પણ પોતાનું નિવેદન આપવા તૈયાર છે. હું સીબીઆઈને નિષ્પક્ષ તપાસ કરવા નિર્દેશ આપવા અરજી કરીશ.

ઈન્દ્રાણીએ સીબીઆઈ ડાયરેક્ટરને લખેલા પત્રમાં કહ્યું હતું કે તે તાજેતરમાં જેલમાં એક મહિલાને મળી હતી, જેણે તેને કહ્યું હતું કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ ડાયરેક્ટરને કાશ્મીરમાં શીના બોરાને શોધવા માટે પણ કહ્યું હતું. ઈન્દ્રાણી મુખર્જી શીના બોરા મર્ડર કેસમાં મુખ્ય આરોપી છે અને 2015થી મુંબઈની ભાયખલા જેલમાં કેદ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઈન્દ્રાણી મુખર્જી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે ઈન્દ્રાણી મુખર્જીની જામીન અરજી પણ બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈન્દ્રાણી જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. એપ્રિલ 2012માં, 24 વર્ષીય શીનાની નવી મુંબઈ નજીકના જંગલોમાં કારની અંદર કથિત રીતે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહનો પડોશી રાયગઢ જિલ્લામાં નિકાલ કરવામાં આવ્યો હતો. 2015માં હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઈન્દ્રાણી ઉપરાંત તેના ડ્રાઈવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્નાની પણ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

ઈન્દ્રાણીના તત્કાલીન પતિ પીટરને બાદમાં આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ મુજબ, શીનાના રાહુલ સાથેના સંબંધો સામે ઈન્દ્રાણીના વિરોધ ઉપરાંત હત્યા પાછળ નાણાકીય વિવાદ પણ સંભવિત કારણ હતુ. આ પછી કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ કેસમાં ઈન્દ્રાણી મુખર્જી 2015થી મુંબઈની ભાયખલા જેલમાં કેદ છે.

આ પણ વાંચોઃ

CM ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ, 2022ના જંગમાં ભવ્ય જીતના લક્ષ્યાંક સાથે કામ કરતી સરકાર સામે શાખ બચાવવાનો પડકાર

આ પણ વાંચોઃ

Surat : મ્હારી છોરીયાં છોરો સે બઢકર હૈ, નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં એક જ પરિવારની ત્રણ બહેનોએ જીત્યા મેડલ

g clip-path="url(#clip0_868_265)">