AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મ્હારી છોરીયાં છોરો સે બઢકર હૈ, નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં એક જ પરિવારની ત્રણ બહેનોએ જીત્યા મેડલ

નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર નિલમ રાયકવારે જણાવ્યું હતું કે, તેઓ 2019થી ચોક બજાર ખાતે આવેલ આર્ય સમાજની વાડીમાં રેશલિંગની પ્રેક્ટિસ કરતા હતા.

Surat : મ્હારી છોરીયાં છોરો સે બઢકર હૈ, નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં એક જ પરિવારની ત્રણ બહેનોએ જીત્યા મેડલ
Three sisters became champion in power lifting championship
| Updated on: Dec 22, 2021 | 4:04 PM
Share

સુરત પોલીસ કમિશનર(Police Commissioner ) અજયકુમાર તોમર દ્વારા નો ડ્રગ્સ(No Drugs ) ઈન સુરત સિટી ઝુંબેશ અંતર્ગત, સ્પોટ્સ એસોસીએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનના સહયોગ થકી કતારગામ ખાતે હાલમાં યોજવામાં આવેલ નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું (Power Lifting Championship ) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિંડોલી ખાતે રહેતા એક જ પરિવારની ત્રણ પુત્રીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. માત્ર એક વર્ષની તૈયારીને અંતે આ ત્રણેય પુત્રીઓએ માત્ર પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું નામ ગૌરવાન્વિત કર્યું છે.

મુળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી સુરતને કર્મભુમિ બનાવનાર રામલખન રાયકવારની ત્રણ પુત્રીઓ દ્વારા હાલમાં જ નેશનલ લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભલભલા સ્પર્ધકોને ભૂ પીવડાવીને ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. મોટી પુત્રી નિલમ રાયકવારે 63 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જ્યારે અન્ય બે પુત્રીઓ પૈકી સોનુએ 75 કિલોમાં સિલ્વર અને મોનુએ 57 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. છેલ્લા એક વર્ષથી રેશલિંગની તૈયારીઓ કરી રહેલી આ પુત્રીઓ હવે અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની ચુકી છે.

પહેલો શોખ તો રેસલિંગનો હતો નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર નિલમ રાયકવારે જણાવ્યું હતું કે, તેઓ 2019થી ચોક બજાર ખાતે આવેલ આર્ય સમાજની વાડીમાં રેશલિંગની પ્રેક્ટિસ કરતા હતા. જો કે, છેલ્લા એક વર્ષથી તેણીએ પોતાની બન્ને બહેનો સાથે પાવર લિફ્ટિંગની તૈયારીઓ શરૂ કરી હતી. આ દરમ્યાન કતારગામ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેતા પૂર્વે તેઓને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે દેશભરમાંથી આવેલા સ્પર્ધકોને ધુળ ચાટતા કરીને આ ત્રણે બહેનો ગોલ્ડ – સિલ્વર મેડલ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

લોકડાઉનમાં ઘરે જ પ્રેક્ટિસ નેશનલ લેવલની રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડમ જીતવાની ઈચ્છાએ પ્રેક્ટિસ શરૂ કરનાર આ રાયકવાર બહેનોને શરૂઆતથી જ પરિવારજનોનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો. અલબત્ત, કોરોના મહામારી દરમ્યાન સતત લોકડાઉન અને દોઢ વર્ષ સુધી જીમ બંધ રહેવાને એક તબક્કે આ ત્રણેય બહેનોની પ્રેક્ટિસ પર ગ્રહણ લાગ્યું હતું. જો કે, પ્રત્યેક પરિસ્થિતિને પોતાને અનુકુળ બનાવવાના ધ્યેય સાથે આ બહેનોએ વહેલી સવારે રનિંગ અને ત્યારબાદ આખો દિવસ ઘરે જ પુશ-અપ સહિતના વર્કઆઉટ પર ફોક્સ કર્યો હતો.

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">