ભારતનુ ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CII ની વાર્ષિક સભાને સંબોધન કરતા કહ્યુ કે, આપણે બ્રાન્ડ ઈન્ડિયાને વિકસાવવાની છે. લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવાની છે.

ભારતનુ ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Prime Minister Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CII ની વાર્ષિક સભામાં ઉપસ્થિત  ઉદ્યોગપતિઓને સંબોધન કરતા કહ્યુ કે, ફેરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે પહોચ્યુ છે. જે કાઈ વિદેશી છે તે સારુ છે એવી એક માન્યતા હતી. પણ આ માન્યતા તમે ઉદ્યોગપતિ સારી રીતે જાણો છે. આપણી બ્રાન્ડ વર્ષોથી ઉભી કરી હતી તે પણ વિદેશી બ્રાન્ડથી ઓળખાતી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. કંપની ભારતીય હોય કે નહી પણ લોકો ભારતમાં બનેલી વસ્તુનો ઉપયોગ કરે છે. આત્મનિર્ભર ભારત માટે તે મદદરૂપ થશે. લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવાની જરૂર છે.

બીજી તમારે ધ્યાન આપવાની જરૂર છે ભારતીયોનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે ઓલિમ્પિકમાં તેનો અનુભવ કર્યો છે. યુવા જ્યારે મેદાનમાં ઉતરે ત્યારે મહેનત કરવા માંગે છે રિસ્ક લેવા માગે છે પરિણામ લાવવા માગે છે.

વડાપ્રધાને કહ્યુ કે ભૂતકાળની ભૂલોને સુધારીને કેટલાક ટ્રીબ્યુનલ રદ કર્યા જેનાથી ઉદ્યોગ અને સરકાર વચ્ચે વિશ્વાસનુ વાતાવરણ સર્જાશે. જીએસટી મુદ્દે સરકારે અનેક પગલા ભર્યા. જેનુ પરિણામ સામે છે. આજે તમારી સામે સરકાર છે જે અવરોધ દૂર કરી રહી છે. ભારતીય ઉદ્યોગજગતની તાકાત વધારવા હવે શુ કરવાનુ છે તેમ સરકાર પુછી રહી છે. ઉદ્યોગ માટે જરૂરી સુધારાઓ કરવામાં આવી રહ્યાં છે.

કોરોના જેવી મહામારીમાં પણ આપણા ઉદ્યોગોએ અર્થતંત્રને ધબરતુ રાખ્યુ છે. માત્ર એક જ પૈડા ઉપર ગાડી ના ચાલે તમામ પૈડા ઉપર જ ચાલે આથી જ ઉદ્યોગે પણ થોડુક જોખમ ઉઠાવવુ પડશે. રોજગારની ગતી વધારવા અન રોકાણ માટે પણ જરૂરી છે. નવી પીએસયુ પોલીસી હેઠળ અનેક નિર્ણયો લેવાઈ રહ્યાં છે. બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત કરવાનુ લક્ષ્ય છે. તમારી સમસ્યાના ઉકેલ માટે અમે ઉપસ્થિત છીએ તેમ વડાપ્રધાને કહ્યુ હતું.

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati