દેશમાં ટ્રેનોના અકસ્માત…દુર્ઘટના કે ષડયંત્ર ? ભારતની લાઈફલાઈન પર કોની નજર ?

ભારતની લાઈફલાઈન ગણાતી ટ્રેનોને વારંવાર નિશાન બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં કાનપુરથી અજમેર જતી ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. કાનપુરમાં રેલવે ટ્રેક પર સિલિન્ડર મળ્યા બાદ હવે રાજસ્થાનના અજમેરમાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક્સ મળી આવ્યા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે આ ટ્રેન અકસ્માતો દુર્ઘટના છે પછી કે કોઈ ષડયંત્ર ?

દેશમાં ટ્રેનોના અકસ્માત...દુર્ઘટના કે ષડયંત્ર ? ભારતની લાઈફલાઈન પર કોની નજર ?
Train Accident
Follow Us:
| Updated on: Sep 12, 2024 | 6:00 PM

ભારતીય રેલવે કરોડો ભારતીયોની લાઈફલાઈન છે. દરરોજ કરોડો લોકો અલગ-અલગ ટ્રેનોમાં મુસાફરી કરે છે. અન્યની સરખામણીમાં ટ્રેનમાં મુસાફરી કરવી એ ખૂબ જ સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે. પરંતુ ભારતની લાઈફલાઈન હવે કોઈની નજર લાગી ગઈ છે. કારણ કે વારંવાર ટ્રેનોને નિશાન બનાવવામાં આવી રહી છે.

તાજેતરમાં કાનપુરથી અજમેર જતી ટ્રેનને પાટા પરથી ઉતારવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. કાનપુરમાં રેલવે ટ્રેક પર સિલિન્ડર મળ્યા બાદ હવે રાજસ્થાનના અજમેર જિલ્લામાં રેલવે ટ્રેક પર અલગ-અલગ જગ્યાએ લગભગ એક ક્વિન્ટલના સિમેન્ટના બ્લોક્સ મળી આવ્યા છે. દિલ્હી-હાવડા રેલવે સેક્શનને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી રહી છે.

રેલવેને નિશાન બનાવવામાં આવી રહી હોવાનું એટલા માટે કહી શકાય, કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય રેલવે સાથે અકસ્માતની 6 ઘટનાઓ બની છે. જેમાં 2 પથ્થરમારાની ઘટનાઓ અને 4 ઘટનામાં રેલવેને પાટા પરથી ઉતારવાના પ્રયાસો થયા છે. જો કે, હજુ સુધી દુશ્મનો તેમની યોજનામાં સફળ થયા નથી. આ ઘટનાઓ સિવાય, આ વર્ષે રેલવેમાં એવા ઘણા અકસ્માતો થયા છે, જેમાં ટ્રેક પર કંઈક રાખવાના કારણે ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક લગાવવી પડી હતી અથવા ઘણી વખત ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 02-11-2024
Video : છૂટાછેડા બાદ ક્રિકેટર હાર્દિક પંડયાએ પહેરી ખાસ અંગૂઠી
આ પાકિસ્તાની એક્ટર જે શાહરૂખ ખાન સાથે બેસીને પીતો સિગારેટ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની દીકરીનું નામ કર્યું જાહેર, પહેલી તસવીર કરી શેર
Vastu Tips : ઘરમાં દરરોજ આ સ્થાન પર દીવો કરો, ધનથી ભરાઈ જશે તિજોરી
ભારતમાં સૌથી સુરક્ષિત કાર કઈ છે? જુઓ ક્રેશ ટેસ્ટ રિપોર્ટ

માત્ર રાજસ્થાનમાં જ એક મહિનામાં ત્રીજી વખત ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આ પહેલા 28 ઓગસ્ટે બરાનના છાબરામાં ગુડ્સ ટ્રેનના પાટા પર બાઇકનો સ્ક્રેપ ફેંકવામાં આવ્યો હતો, જેમાં એન્જિન બાઇકના સ્ક્રેપ સાથે અથડાયું હતું. જો કે હવે આ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

છેલ્લા એક અઠવાડિયામાં બનેલી રેલવે અકસ્માતની ઘટનાઓ

4 સપ્ટેમ્બર, 2024 : લખનૌથી પટના જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર વારાણસી સ્ટેશનથી નીકળ્યાની થોડી વારમાં જ હુમલો કરવામાં આવ્યો. વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનની બારીઓને ખાસ્સું નુકસાન થયું હતું. સદનસીબે મુસાફરો કે કર્મચારીઓમાંથી કોઈને ઈજા થઈ નથી. અધિકારીઓએ આ ઘટના પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.

5 સપ્ટેમ્બર, 2024 : રાંચીથી પટના જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસને ઝારખંડના હજારીબાગમાં આવી જ રીતે નિશાન બનાવવામાં આવી હતી. ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ઘણી બારીઓને નુકસાન થયું હતું. રેલવે પ્રોટેક્શન ફોર્સે એફઆઈઆર નોંધી છે અને આ પથ્થરમારાની પેટર્નની તપાસ શરૂ કરી છે.

5 સપ્ટેમ્બર, 2024 : 5 સપ્ટેમ્બરની સાંજે કુર્દુવાડી રેલવે સ્ટેશન નજીક એક મોટો અકસ્માત ટળ્યો હતો. સિગ્નલ પોઈન્ટ નજીક ટ્રેક પર ફાઉલિંગ માર્ક સ્લેબ ઈરાદાપૂર્વક મૂકવામાં આવ્યો હતો. સતર્ક લોકો પાયલોટે સમયસર ટ્રેનને રોકી અને તેને અકસ્માતથી બચાવી લીધી હતી. આ પછી તેણે તરત જ અધિકારીઓને જાણ કરી અને અધિકારીઓએ ઝડપથી આડસ દૂર કરી હતી. આ ઘટનાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

7 સપ્ટેમ્બર, 2024 : ઈન્દોર-જબલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસના બે ડબ્બા જબલપુર સ્ટેશન નજીક શંકાસ્પદ સંજોગોમાં પાટા પરથી ઉતરી ગયા. પાટા પરથી ઉતરી જવાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, કારણ કે આ ઘટનાને કારણે રેલવે કામગીરીને અસર ના થાય.

8 સપ્ટેમ્બર, 2024 : રાજસ્થાનના અજમેર જિલ્લામાં રવિવારે પાટા પર સિમેન્ટ બ્લોક નાખીને માલગાડીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક બદમાશોએ રવિવારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં ટ્રેક પર સિમેન્ટના બે બ્લોક મૂક્યા હતા, જે એક માલગાડી સાથે અથડાયા હતા. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. આ ઘટના ફૂલેરા-અમદાવાદ ટ્રેક પર સરથાણા અને બાંગર સ્ટેશન વચ્ચે બની હતી. ફ્રેઈટ કોરિડોરના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

9 સપ્ટેમ્બર, 2024 : પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ સાથે મોતની રમત રમવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. કાલિંદી એક્સપ્રેસ ટ્રેક પર એલપીજી સિલિન્ડર રાખીને ટ્રેનને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જો કે, ટ્રેન સિલિન્ડર સાથે અથડાઈ, પરંતુ સદનસીબે કોઈ અકસ્માત થયો ન હતો. ટ્રેન સાથે અથડાયા બાદ સિલિન્ડર પાટા પરથી ઉતરી ગયો હતો અને લોકોપાયલટે સમયસર ઈમરજન્સી બ્રેક લગાવી હતી. પોલીસને સ્થળ પરથી પેટ્રોલ અને માચીસની સળીઓ મળી આવી છે, જે સ્પષ્ટપણે ગુનાહિત ઈરાદા દર્શાવે છે. આ મામલે તપાસ ચાલુ છે.

આ અકસ્માતો ઈરાદાપૂર્વક કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કારણ કે જે પણ અકસ્માતો થયા છે તે કોઈને કોઈ રીતે ટ્રેનને નુકશાન પહોંચાડવા માટે કોઈ વ્યક્તિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ રેલવે અકસ્માતોની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં ટેક્નિકલ ખામીને કારણે પણ અકસ્માતો થતા હોય છે. ત્યારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGના રિપોર્ટમાં આ અકસ્માતના કારણો આપવામાં આવ્યા છે.

ટ્રેન પાટા પરથી ઉતરી જવાના અન્ય કારણો

CAG એ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની મોટાભાગની ઘટનાઓમાં ભારતીય રેલવેના એન્જિનિયરિંગ વિભાગને જવાબદાર ગણાવ્યો હતો. ટ્રેનોની જાળવણી સુનિશ્ચિત કરવા માટે મોનિટરિંગ સિસ્ટમને મજબૂત બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.

કેગના રિપોર્ટમાં પાટા પરથી એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીના કારણે 422 ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી હતી. તો 171 કેસમાં ટ્રેકની જાળવણીનો અભાવ પાટા પરથી ઉતરવાનું કારણ હતું. 156 કેસોમાં નિયત ટ્રેક પરિમાણોનું પાલન ન થવાને કારણે પાટા પરથી ઉતરી ગઈ હતી.

મિકેનિકલ ડિપાર્ટમેન્ટની બેદરકારીના કારણે 182 ટ્રેનો પાટા પરથી ઉતરી જવાના બનાવ બન્યા છે. 37 ટકા કેસોમાં કોચ/વેગનમાં ખામી અને વ્હીલ્સના વ્યાસમાં તફાવત ટ્રેન પાટા પરથી ઉતરી જવાના મુખ્ય કારણો હતા. ટ્રેન પાટા પરથી ઉતરી જવાના 154 બનાવ માટે મુખ્ય કારણો લોકોપાયલટનું ખરાબ ડ્રાઇવિંગ અને વધુ ઝડપ હતી. 275 બનાવમાં સંચાલન વિભાગની બેદરકારીને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.

2017-18 થી 2020-21 સુધીના ઓડિટમાં CAGએ જણાવ્યું હતું કે ટ્રેકની નબળી જાળવણી, ઓવરસ્પીડિંગ અને યાંત્રિક ખામીઓ ટ્રેન પાટા પરથી ઉતરવાના મુખ્ય કારણો છે. ઓપરેટિંગ વિભાગોમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાથી 19 ટકા ઓપરેશનલ સમસ્યાઓ અને 32 ટકા ટ્રેક મશીનની નિષ્ક્રિયતા જોવા મળી હતી.

ભારતમાં બનેલી સૌથી ભયંકર રેલ દુર્ઘટનાઓ

દેશમાં બનેલી સૌથી ભયંકર રેલ દુર્ઘટનાઓની વાત કરીએ, તો સૌથી મોટી રેલ દુર્ઘટના વર્ષ 1981માં બિહારમાં બની હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે અકસ્માત થયો હતો. જેમાં 750થી વધુ લોકોના મોત થયા હતા. તો 1995નો ફિરોઝાબાદ ટ્રેન અકસ્માત બીજી સૌથી મોટી દુર્ઘટના હતી. ઉત્તર પ્રદેશમાં થયેલો આ અકસ્માત ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન ટકરાવાને કારણે થયો હતો. આ ઘટનામાં ઘણા કોચ સંપૂર્ણપણે નષ્ટ થયા હતા અને 358 લોકોના મોત થયા હતા.

તાજેતરમાં વર્ષ 2023માં થયેલી ઓડિશા ટ્રેન દુર્ઘટના પણ એક ગંભીર અકસ્માત હતો. આ ઘટનામાં 290થી વધુ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકોને ઈજા થઈ હતી. ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. ગેસલ ટ્રેન દુર્ઘટના પણ આમાંની એક છે. વર્ષ 1999માં પશ્ચિમ બંગાળમાં બનેલા આ બનાવમાં 285 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા આ અકસ્માત સર્જાયો હતો.

આ ઉપરાંત પંજાબમાં વર્ષ 1998માં ખન્ના ટ્રેન દુર્ઘટના બની હતી. જેમાં 212 લોકોના મોત થયા હતા. તો વર્ષ 2016માં બિહારમાં સર્જાયેલા રફીગંજ ટ્રેન અકસ્માતમાં 200 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત ટ્રેનના પાટા પરથી ઉતરી જવાને કારણે અને ત્યારબાદ ટ્રેનના ડબ્બા પલટી જવાને કારણે થયો હતો.

આ ઉપરાંત પણ દેશમાં ઘણા મોટા અકસ્માતો થયો છે, જેમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ આંકડાઓ ભારતીય રેલવે પર અકસ્માતોની ગંભીરતા અને તેની પ્રભાવ દર્શાવે છે. CAGએ આપેલા રિપોર્ટના આંકડાઓને જોતાં ભારતમાં બનતી રેલવે અકસ્માતોની ઘટનાઓ માટે રેલવે વિભાગ બેદરકારી તો જવાબદાર છે, તો સાથોસાથ કેટલાક અસામાજિક તત્વો પણ જવાબદાર છે.

g clip-path="url(#clip0_868_265)">