સૈન્ય તાકાતમાં વધારો : ભારતને ટૂંક સમયમાં અમેરિકા પાસેથી મળશે 30 પ્રિડેટર ડ્રોન, જાણો સમગ્ર વિગત

|

Feb 27, 2022 | 3:54 PM

વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અમેરિકા મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ આ મોટા સંરક્ષણ સોદાની જાહેરાત કરવામાં આવી હતી.

સૈન્ય તાકાતમાં વધારો : ભારતને ટૂંક સમયમાં અમેરિકા પાસેથી મળશે 30 પ્રિડેટર ડ્રોન, જાણો સમગ્ર વિગત
Predator Drone

Follow us on

Predator drones : અમેરિકા (America) દ્વારા ભારતને 30 પ્રિડેટર સશસ્ત્ર ડ્રોનના (Predator drone)વેચાણ અંગેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. તેની અંદાજિત કિંમત લગભગ ત્રણ અબજ ડોલર છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ પહેલીવાર છે, જ્યારે US આ ડ્રોન બિન-નાટો (NATO)સહયોગી દેશને વેચી રહ્યુ છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ આ મોટા સંરક્ષણ સોદાની જાહેરાત કરવામાં આવી

2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અમેરિકા મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ આ મોટા સંરક્ષણ સોદાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી બંને દેશોએ આ અંગે વાતચીત તેજ કરી અને ભારતને વેચાતા આવા ડ્રોનની સંખ્યા 10 થી વધારીને 30 કરી દીધી. આ દરેક 10 ડ્રોન નેવી, એરફોર્સ અને આર્મીને આપવામાં આવશે.

સરકારી સૂત્રોએ જણાવ્યુ કે, ભારત અને US સરકાર વચ્ચે 30 એરક્રાફ્ટ માટે પ્રિડેટર/MQ9B માટેની વાતચીત અંતિમ તબક્કામાં છે. સૂત્રોએ PTI ને જણાવ્યુ હતુ કે,”મુખ્ય સંરક્ષણ ભાગીદારનો દરજ્જો જાળવી રાખવાની આ ક્ષમતા છે, જેના પર વિવિધ પાયાના કરારો અને MTCRમાં ભારત દ્વારા વર્ષોથી કામ કરવામાં આવ્યું છે.” ઉલ્લેખનીય છે કે,  ભારત આ ક્ષમતા પ્રાપ્ત કરનાર પ્રથમ બિન-નાટો પાર્ટનર હશે.આ આધુનિક ડ્રોનનો સંરક્ષણ ઉદ્યોગમાં કોઈ મુકાબલો નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

DRDO માર્ચ સુધીમાં મધ્યમ ઉંચાઈવાળા ડ્રોનનું અનાવરણ કરે તેવી અપેક્ષા

ઇન્ડિયન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન માર્ચ સુધીમાં મધ્યમ ઊંચાઇવાળા ડ્રોનનું અનાવરણ કરે તેવી અપેક્ષા છે. દેશના રાષ્ટ્રીય સુરક્ષા આયોજકો સર્વેલન્સ અને ટાર્ગેટીંગ ક્ષમતા માટે ભાવિ ઉચ્ચ-ઉંચાઈની સ્યુડો-સેટેલાઇટ ટેકનોલોજી પર વિચાર કરી રહ્યા છે. આ વર્ષે બીટિંગ રીટ્રીટ સમારંભમાં દર્શાવ્યા મુજબ ભારતે સ્વોર્મ ડ્રોન બનાવવાની તેની ક્ષમતા પહેલાથી જ દર્શાવી છે.

ભારત હાલમાં ઈઝરાયેલના હેરોન ડ્રોનને અપગ્રેડ કરી રહ્યું છે

હાલમાં ભારત ઇઝરાયેલના હેરોન ડ્રોનને અપગ્રેડ કરી રહ્યું છે.જે પ્રિડેટર પ્રકારના ડ્રોન શસ્ત્રોથી સજ્જ થઈ શકે છે.જેમાં મિસાઈલ અને લેસર ગાઈડેડ બોમ્બને નિશાન બનાવી શકાય છે.ભારતીય નૌકાદળ એડનની ખાડીથી ઇન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટ સુધી દરિયાઈ દેખરેખ માટે આવા ડ્રોન્સનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો : Maan ki Baat: વડાપ્રધાન મોદીએ કહ્યું ‘આપણને આપણી ભાષાઓ પર ગર્વ હોવો જોઈએ, સૌથી મોટો વારસો આપણી પાસે’

Next Article