દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો પણ મોતનો સિલસિલો યથાવત, એક દિવસમાં નોંધાયા નવા 2.41 લાખ કેસ અને 3736 લોકોના થયા મોત

દેશમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં 2.41 લાખ નવા કેસ નોંધાયા છે અને 3,736 લોકોનાં મૃત્યુ થયા છે.

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો પણ મોતનો સિલસિલો યથાવત, એક દિવસમાં નોંધાયા નવા 2.41 લાખ કેસ અને 3736 લોકોના થયા મોત
File Photo
Follow Us:
| Updated on: May 23, 2021 | 9:20 AM

દેશમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં 2.41 લાખ નવા કેસ નોંધાયા છે અને 3,736 લોકોનાં મૃત્યુ થયા છે, તેમજ 3.54 લાખથી વધુ લોકો સાજા થયા. દેશમાં પોઝિટિવ કેસનો આંક 2.65 કરોડને પાર થયો, જ્યારે 2.99 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયા.

અત્યાર સુધીમાં 2.34 કરોડથી વધુ લોકો સાજા થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 28 લાખ પર પહોંચી અને રિકવરી રેટ વધીને 87.76 ટકાએ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.12 ટકા થયો છે.

ગુજરાતમાં પણ હવે કોરોનાથી આખરે રાહત મળતી દેખાઈ રહી છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે 4500થી નીચે કેસ નોંધાયા, તો નવા દર્દીઓ સામે સતત 18માં દિવસે સાજા થનારા દર્દીઓ વધારે છે. કેસના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં સતત બીજા દિવસે નવા 4 હજાર 205 કેસ સામે 8 હજાર 445 દર્દીઓ સાજા થયા છે, તો વધુ 54 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9523 પર પહોંચ્યો છે, તો સાજા થનારા દર્દીઓની સંખ્યા 6 લાખ 95 હજાર 26 પર પહોંચી છે. રાજ્યમાં સક્રિય કેસ ઘટીને 80 હજાર 127 પર પહોંચ્યા છે. જો કે હજુ 679 દર્દીઓ વેન્ટિલેટર પર છે, પરંતુ રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 88.57 ટકા થયો છે.

રાજ્યના મહાનગરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં 1647 દર્દીઓ સાજા થયા, જ્યારે 7 દર્દીના મૃત્યુ સાથે 711 કેસ નોંધાયા. સુરતમાં 763 દર્દીઓ સાજા થયા, જ્યારે 10 દર્દીના મૃત્યુ સાથે 450 કેસ નોંધાયા. વડોદરામાં 908 દર્દી સાજા થયા, જ્યારે 6 દર્દીના મૃત્યુ સાથે 545 કેસ નોંધાયા છે. આ તરફ રાજકોટમાં 385 દર્દી સાજા થયા, જ્યારે 5 દર્દીના મૃત્યુ સાથે 331 કેસ નોંધાયા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">