આ દિવસે દેશભરની બેંકોના કામકાજ રહેશે બંધ, આ છે કારણ- વાંચો
કેન્દ્ર સરકારની આર્થિક મજદૂર વિરોધી નીતિના વિરોધમાં દેશભરમાં હડતાળનું આહ્વાન કરવામાં આવ્યુ છે. તેનુ આયોજન કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ કર્યુ છે. આ હડતાળમાં બેંક અને વીમા ક્ષેત્રના કર્મચારીઓ પણ જોડાવાના હોવાથી બેંકના કામકાજ પ્રભાવિત થશે.

દેશભરમાં આગામી 9 જૂલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યુ છે. ટ્રેડ યુનિયનોનું કહેવુ છે કે દેશભરમાં મજૂરોના અધિકારોનું દમન થઈ રહ્યુ છે. સાથે જ કેન્દ્ર સરકારની આર્થિક નીતિ પણ ઠીક નથી. તેની વિરુદ્ધ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આગામી 9 જૂલાઈએ દેશભરમાં હડતાળનું આહ્વાન આપ્યુ છે. તેના સમર્થનમાં મજદૂર સંગઠનો, કિસાન સંગઠનો અને મહાગઠબંધનના સાથી દળો સામે આવ્યા છે. હવે બેંક કર્મચારીઓનું એક સંગઠને પણ જણાવ્યુ છે કે તેઓ પણ આ હડતાળમાં સામેલ થશે. જો એવુ થયુ તો આગામી બુધવારે દેશમાં બેંકિંગ સુવિધાઓ બંધ રહી શકે છે.
ક્યાંથી આવી જાણકારી
બંગાળ પ્રોવિંશ્યિલ બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન જે AIBEA સાથે જોડાયેલુ છે, તેમણે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ છે કે AIBEA, AIBOA અને BEFI જેવા બેંકિંગ સેક્ટરના ટ્રેડ યુનિયનોએ બુધવારની દેશવ્યાપી હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
વીમા ક્ષેત્રમાં પણ હડતાળ
એસોસિએશને એક નિવેદનમાં એ પણ કહ્યુ છે કે વીમા ક્ષેત્ર (insurance sector) એ પણ હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર, બેંકિંગ અને અન્ય નાણાકીય ક્ષેત્રોમાં હડતાળ સંપૂર્ણપણે સફળ રહેશે.
15 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળ પર
બેંક કર્મચારીઓના યુનિયને દાવો કર્યો છે કે આ હડતાળમાં દેશભરના 15 કરોડથી વધુ કર્મચારીઓ સામેલ થશે. તેઓ સરકારની ‘પ્રો-કોર્પોરેટ આર્થિક સુધારા અને એન્ટી લેબર નીતિઓ’ નો વિરોધ કરશે. તેનો અર્થ એ છે કે કર્મચારીઓ સરકારની એ નીતિઓથી નારાજ છે જે કંપનીઓને તો ફાયદો પહોંચાડે છે પરંતુ શ્રમિકોની વિરુદ્ધ છે. કર્મચારી સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.
